________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
७४
(અષ્ટપાહુડ
રે! હોય છે ભાવો ત્રણે આ, મોહવિરહિત જીવને; નિજ આત્મગુણ આરાધતો તે કર્મને અચિરે તજે. ૧૯
અર્થ:- આ પૂર્વોક્ત સમ્યગ્દર્શન,-જ્ઞાન,-ચારિત્ર ત્રણ ભાવ છે, તે નિશ્ચયથી મોહ અર્થાત્ મિથ્યાત્વરહિત જીવને જ હોય છે. ત્યારે આ જીવ પોતાના નિજગુણ જે શુદ્ધ દર્શનજ્ઞાનમયી ચેતના તેની આરાધના કરતો થકો અલ્પ કાળમાં કર્મનો નાશ કરે છે.
ભાવાર્થ:- નિજગુણના ધ્યાનથી શીઘ્ર જ કેવળજ્ઞાન ઉત્પન્ન કરી મોક્ષ પામે છે. ૧૯
હવે સમ્યકત્વાચરણ ચારિત્રના કથનને સંકોચે છે -
संखिज्जमसंखिज्जगुणं च संसारिमेरुमत्ता' णं। सम्मत्तमणुचरंता करेंति दुक्खक्खयं धीरा।।२०।।
संख्येयामसंख्येयगुणां संसारिमेरुमात्रा णं। सम्यक्त्वमनुचरंतः कुर्वन्ति दुःखक्षयं धीराः।।२०।।
સંસારસીમિત નિર્જરા અણસંખ્ય-સંખ્યગુણી કરે, સમ્યકત્વ આચરનાર ધીરા દુઃખના ક્ષયને કરે. ૨૦
અર્થ:- સમ્યકત્વનું આચરણ કરતાં કરતાં ધીર પુરુષો સંખ્યાતગુણી તથા અસંખ્યાતગુણી કર્મોની નિર્જરા કરે છે. અને કર્મોના ઉદયથી થયેલ સંસારનાં દુઃખોનો નાશ કરે છે. કર્મ કેવાં છે? સંસારીજીવોને મેરૂ અર્થાત્ મર્યાદા માત્ર છે અને સિદ્ધ થયા પછી કર્મ નથી.
ભાવાર્થ- આ સમ્યકત્વનું આચરણ થયા પછી પ્રથમ કાળમાં તો ગુણ શ્રેણી નિર્જરા હોય છે. તે અસંખ્યાતના ગુણાકારરૂપ છે. પછી જ્યાં સુધી સંયમનું આચરણ નથી હોતું ત્યાં સુધી ગુણશ્રેણી નિર્જરા થતી નથી. ત્યાં સંખ્યાતના ગુણાકારરૂપ હોય છે. માટે સંખ્યાતગુણ અને અસંખ્યાતગુણઆ પ્રમાણે બન્ને વચન કહ્યાં છે. કર્મ તો સંસાર અવસ્થા છે. તેમાં દુ:ખનું કારણ મોહકર્મ છે. તેમાં મિથ્યાત્વ કર્મ પ્રધાન છે. સમ્યકત્વ થયા પછી મિથ્યાત્વનો તો અભાવ જ થયો. અને ચારિત્ર મોહુ દુઃખનું કારણ છે તે પણ જ્યાંસુધી છે ત્યાંસુધી તેની નિર્જરા કરે છે. આ રીતે અનુક્રમથી દુઃખનો ક્ષય થાય છે. સંયમાચરણ થયા બાદ સર્વે દુઃખોનો ક્ષય થશે જ. સમ્યકત્વનું માહાભ્ય આ પ્રકારે છે કે, સમ્યકત્વાચરણ થવાથી સંયમાચરણ પણ શીઘ્ર જ થાય છે. માટે સમ્યકત્વને મોક્ષમાર્ગમાં પ્રધાન જાણીને તેનું જ વર્ણન પહેલાં કર્યું છે. ૨૦
૧ અચિરે = અલ્પ કાળમાં. ૨ “સંસારિમેરૂમત્તા’ ‘સાસરિમેરુમિત્તા' આ શબ્દ સટીક સંસ્કૃત પ્રતિમાં ‘સર્ષvમેરુમાત્રા' આ પ્રકારે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com