________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬
(અષ્ટપાર્ટુડ
છે તેથી) કર્મના ઉદયથી થયેલ રાગાદિક ભાવોનું સ્વામીત્વ હોતું નથી. આથી કષાયોની તીવ્ર, મલિનતાથી રહિત ઉજ્વલ પરિણામ હોય છે, તેને જળની ઉપમા આપી છે. જેમ-જયાં નિરન્તર જળનો પ્રવાહુ વહેતો હોય છે ત્યાં રેતી-વેળુ-રજ ચોંટતી નથી, તેવી રીતે સમ્યકત્વી જીવો કર્મના ઉદયને ભોગવતા હોવા છતાં પણ કર્મથી લેપાતા નથી. તથા બાહ્ય વ્યવહારની અપેક્ષાથી એવું પણ તાત્પર્ય જાણવું જોઈએ કે જેના હૃદયમાં નિરન્તર સમ્યત્વરૂપી જળનો પ્રવાહ વહેતો હોય છે તે સમ્યકત્વી પુરુષો આ કલિકાળ સમબન્ધી વાસના અર્થાત્ કુદેવ-કુશાસ્ત્રકુગુરુ ને નમસ્કાર આદિ અતિચારરૂપ રજ પણ લાગવા દેતા નથી, તથા તેને મિથ્યાત્વ સમ્બન્ધી પ્રકૃતિઓનો આગામી બન્ધ પણ થતો નથી. ૭
હવે કહે છે કે જે દર્શનભ્રષ્ટ છે તથા જ્ઞાન-ચારિત્રથી પણ ભ્રષ્ટ છે તેઓ પોતે તો ભ્રષ્ટ છે જ પરંતુ બીજાઓને પણ ભ્રષ્ટ કરે છે, આ અનર્થ છે:
जे दंसणेसु भट्ठा णाणे भट्ठा चरित्तभट्ठा य। एदे भट्ठ वि भट्ठा सेसं पि जणं विणासंति।।८।।
ये दर्शनेषु भ्रष्टाः ज्ञाने भ्रष्टाः चारित्रभ्रष्टा: च। एते भ्रष्टात् अपि भ्रष्टाः शेषं अपि जनं विनाशयंति।।८।।
દભ્રષ્ટ, જ્ઞાને ભ્રષ્ટને ચારિત્રમાં છે ભ્રષ્ટ જે, તે ભ્રષ્ટથી પણ ભ્રષ્ટ છે ને નાશ અન્ય તણો કરે. ૮
અર્થ:- જે પુરુષો દર્શનમાં ભ્રષ્ટ છે તથા જ્ઞાન-ચારિત્રમાં પણ ભ્રષ્ટ છે તે પુરુષો ભ્રષ્ટમાં પણ વિશેષ ભ્રષ્ટ છે. કોઈ તો દર્શન સહિત છે પરંતુ જ્ઞાન-ચારિત્ર તેમને હોતા નથી. તથા કોઈ અંતરંગ દર્શનથી ભ્રષ્ટ છે તો પણ જ્ઞાન-ચારિત્રનું સારી રીતે પાલન કરે છે; અને જે દર્શન-જ્ઞાન-ચારિત્ર આ ત્રણેથી ભ્રષ્ટ છે તેઓ તો અત્યંત ભ્રષ્ટ છે; તેઓ પોતે તો ભ્રષ્ટ છે પરંતુ બાકીના અર્થાત્ પોતાના સિવાય અન્ય જનોને પણ ભ્રષ્ટ કરે છે.
ભાવાર્થ- અહીં સામાન્ય વચન છે એથી એવો પણ આશય સૂચિત કરે છે કે સત્યાર્થ શ્રદ્ધાન-જ્ઞાન-ચારિત્ર તો દૂર જ રહ્યું, જે પોતાના મતના શ્રદ્ધા-જ્ઞાન-આચરણથી પણ ભ્રષ્ટ છે તેઓ તો નિરર્ગળ સ્વેચ્છાચારી છે, તેઓ સ્વયં ભ્રષ્ટ છે તેવી જ રીતે અન્ય લોકોને ઉપદેશાદિ દ્વારા ભ્રષ્ટ કરે છે, તથા તેમની પ્રવૃત્તિ જોઈને લોકો સ્વયમેવ ભ્રષ્ટ થાય છે; તેથી આવા તીવ્ર કષાયી નિષિદ્ધ છે, તેમની સંગતિ કરવી પણ ઉચિત નથી. ૮
હવે કહે છે કે આવા ભ્રષ્ટ પુરુષો સ્વયં ભ્રષ્ટ છે, તેઓ ધર્માત્મા પુરુષોને દોષ લગાવીને ભ્રષ્ટ બતાવે છે –
Please inform us of any errors on rajesh@AtmaDharma.com