________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનપાહુડ)
૧૭
जो कोवि धम्मसीलो संजमतवणियमजोगगुणधारी। तस्स य दोस कहंता भग्गा भग्गात्तणं दिति।।९।। यः कोऽपि धर्मशीलः संयम तपोनियमयोगगुणधारी। तस्य च दोषान् कथयंत: भग्ना भग्नत्वं ददति।।९।।
જે ધર્મશીલ, સંયમ-નિયમ-તપ-યોગ-ગુણ ધરનાર છે, તેનાય ભાખી દોષ, ભ્રષ્ટ મનુષ્ય દે ભ્રષ્ટતને. ૯
અર્થ:- જે પુરુષો ધર્મશીલ અર્થાત્ પોતાના સ્વરૂપરૂપ ધર્મને સાધવાનાં જેનો સ્વભાવ છે; સંયમ અર્થાત્ ઈન્દ્રિય-મનનો નિગ્રહ અને છ કાયના જીવોની રક્ષા; તપ અર્થાત્ બાહ્યાંતર ભેદની અપેક્ષાથી બાર પ્રકારના તપ, નિયમ અર્થાત્ આવશ્યક આદિ નિત્યકર્મ યોગ અર્થાત સમાધિ, ધ્યાન તથા વર્ષાઋતુ આદિ કાળયોગ; ગુણ અર્થાત્ મૂળગુણ, ઉત્તર ગુણ-એને ધારણ કરવાવાળા છે તેને કેટલાક મતભ્રષ્ટ જીવો દોષોનું આરોપણ લગાવીને કહે છે કે-આ ભ્રષ્ટ છે, દોષયુક્ત છે, તે પાપાત્મા જીવો સ્વયં ભ્રષ્ટ છે તેથી પોતાના અભિમાનની પુષ્ટિ કરવા માટે અન્ય ધર્માત્મા પુરુષોને ભ્રષ્ટ પણાનો આક્ષેપ કરે છે.
ભાવાર્થ- પાપીઓને આવો જ સ્વભાવ હોય છે કે પોતે સ્વયં પાપી છે તે પ્રમાણે ધર્માત્મામાં દોષ બતાવીને પોતાની સમાન બનાવવા ઇચ્છે છે. આવા પાપીઓની સંગતિ કરવી જોઈએ નહિ. ૯
હવે કહે છે કે-જે દર્શનભ્રષ્ટ છે તે મૂળભ્રષ્ટ છે, તેને ફળની પ્રાપ્તિ થતી નથી:
जह मूलम्मि विणढे दुमस्स परिवार णत्थि परिवड्ढी। तह जिणदंसणभट्ठा मूलविणट्ठा ण सिज्झंति।।१०।।
यथा मूले विनष्टे द्रुमस्य परिवारस्य नास्ति परिवृद्धिः। तथा जिनदर्शनभ्रष्टा: मूलविनष्टा: न सिद्धयन्ति।।१०।।
જયમ મૂળનાશે વૃક્ષના પરિવારની વૃદ્ધિ નહીં, જિનદર્શનાત્મક મૂળ હોય વિનિષ્ટ તો સિદ્ધિ નહીં. ૧૦
અર્થ:- જે પ્રમાણે વૃક્ષનું મૂળ નાશ પામવાથી તેનો પરિવાર અર્થાત થડ, ડાળીઓ, પાંદડાં, પુષ્પો, ફળની વૃદ્ધિ થતી નથી. તે જ પ્રમાણે જે જિન-દર્શનથી ભ્રષ્ટ છે-બાહ્યમાં તો નગ્ન દિગમ્બર યથાજાતરૂપ નિગ્રંથ લિંગ, મૂળગુણનું ધારણ, મયૂરપિચ્છની પીંછી તથા કમંડળ ધારણ કરવાં, યથાવિધિ દોષો ટાળીને ઊભા ઊભા શુદ્ધ આહાર લેવો વગેરે બાહ્ય શુદ્ધ વેષ ધારણ કરે છે, તથા અંતરંગમાં જીવાદિ છ દ્રવ્યો, નવ પદાર્થો, સાત તત્વોનું યથાર્થ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com