________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
XXIV
સંસ્કૃત ભાષામાં તાત્પર્યવૃતિ'' નામની ટીકા લખેલી, જે વૈરાગ્યભાવ અને શાંતરસથી ભરપુર છે. ભિન્ન પ્રકારની અદ્દભુત ટીકા છે.
અષ્ટપાહુડના શરૂઆતના છ પાહુડોપર વિક્રમની સોળમી સદીમાં લખેલી ભટ્ટારક શ્રુતસાગર સૂરીની સંસ્કૃત ટીકા પ્રાપ્ત થઈ છે, જે પર્ પાહુડ નામથી પ્રકાશિત થયેલી. પપાહુડ કોઈ સ્વતંત્ર કૃતિ નથી પરંતુ અષ્ટપાહુડના શરૂઆતના છ પાહુડ જ પાહુડ નામથી જાણી શકાય છે.
અહીં આ બધા પર વિસ્તૃત ચર્ચા કરવાનો તો સમય જ નથી અને આવશ્યક પણ નથી. અહીં તો હવે પ્રસ્તૃત કૃતિ અષ્ટપાહુડમાં વર્ણવેલા વિષયો પર દષ્ટિપાત કરવાનો પ્રસંગ લીધો છે.
અષ્ટપાહુડ
પાંચસો બે ગાથાઓમાં સંગ્રહાયેલ અને આઠ પાહુડોમાં વિભક્ત આ અષ્ટપાહુડ ગ્રંથ મૂળસંઘના પટ્ટાચાર્ય કઠોર પ્રશાસક આચાર્ય કુન્દ્રકુન્દની એક એવી અમરકૃતિ છે, જે બે હજાર વર્ષોથી લગાતાર શિથિલ આચારની વિરૂદ્ધ સશક્ત અવાજ ઉઠાવતી ચાલી આવી રહી છે અને એની ઉપયોગિતા પંચમકાળના અંત સુધી બની રહેશે; કેમકે આ અવસર્પિણીકાળ છે. તેમાં શિથિલાચાર તો ઉત્તરોતર વધતો જ જાય છે. આથી આની ઉપયોગિતા પણ નિરંતર વધતી જ જાય છે.
આજ સમૃદ્ધિ અને સુવિધાઓના મોહથી આવરાયેલા શિથિલાચારી શ્રાવકો અને સમન્વયના નામ પર બધી જગ્યાએ ઝુકાવનારા નેતાઓ દ્વારા પોતાની સ્વાર્થસિદ્ધિ માટે સાધુવર્ગમાં વ્યાપેલ અપરિમિત શિથિલાચારને ભરપુર સંરક્ષણ આપવામાં આવી રહ્યું છે. પાળીપોષીને મજબુત કરવામાં રહ્યું છે; આથી આજના સંદર્ભમાં આ પુસ્તકની ઉપયોગીતા શંકા રહિત છે.
ઇતિહાસ સાક્ષી આપે છે કે દિગમ્બર જૈન સમાજમાં વધી રહેલ શિથિલાચારની વિરુદ્ધમાં જ્યારે જ્યારે પણ અવાજ બુલંદ ઉઠયો છે ત્યારે ત્યારે આચાર્ય કુન્દકુન્દની આ અમરકૃતિને યાદ કરવામાં આવે છે. આ ગ્રંથની આવૃત્તિઓને શિથિલાચારવિરુદ્ધ સમાજને સાવધાન કરવામાં આવે છે. આ ગ્રંથની આવૃત્તિઓનો સમાજ ઉપર અપેક્ષિત પ્રભાવ પણ પડે છે. એના પરિણામસ્વરૂપે સમાજમાં શિથિલાચારની વિરુદ્ધ એક વાતાવરણ જામે છે. તો પણ વિતી ગયેલા બે હજાર વરસોમાં ઉત્તરોત્તર હદબહાર શિથિલાચાર વધ્યો છે; તો પણ આજે જે કાંઈ મર્યાદા દેખાઈ રહી છે તેમાં અષ્ટપાહુડનું સૌથી વિશેષ યોગદાન છે.
અષ્ટપાહુડ એક એવો અંકુશ છે, જે શિથિલાચારના મદોન્મત્ત ગજરાજને ઘણો ખરો કાબુમાં રાખે છે, સર્વવિનાશ કરવા દેતો નથી. જો અષ્ટપાહુડ નહીં હોત તો આજે આપણે કયાં પહોંચી ગયા હોત-એની કલ્પના કરવી પણ દુ:ખદાયક પ્રતિત થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com