________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
XXIII
કરાવીને તેમાં આરસની તકતા પર સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય, નિયમસાર સંસ્કૃત ટીકા સહિત તથા અષ્ટપાહુડ કોતરાવીને તેમને ભૌતિક દષ્ટિએ અમર કરાવ્યાં છે. તે પરમાગમ મંદિર આજે એક દર્શનીય તીર્થ બની ગયું છે.
પવિત્રતા અને પુણ્યનો અદભુત સંગમ આ મહાપુરુષ (કાનજીસ્વામી)ના માત્ર પ્રવચનો જ નહિ, પરંતુ વ્યવસ્થિત જીવન પણ અધ્યયન કરવા લાયક વસ્તુ છે; એમનું અધ્યયન કરવા લાયક સ્વતંત્ર રૂપથી જરૂરી છે, તે સંબંધી વિસ્તારનો તો અહીં સંભવ નથી અને તે ઉચિત પણ નથી.
આચાર્ય કુન્દકુન્દ દ્વારા રચિત પ્રાપ્ત સાહિત્ય આ પ્રકારે છે:
૧) સમયસાર (સમયપાહુડ), ૨) પ્રવચનસાર (પવયણસાર), ૩) નિયમસાર (ણિયમસાર), ૪) પંચાસ્તિકાય સંગ્રહ (પંચત્યિકાયસંગ્રહ), ૫) અષ્ટપાહુડ (અઠપાહુડ)
આ ઉપરાંત હાદશાનુપ્રેક્ષા (બારસ અણુpકક્ષા) તેમજ દશલક્ષણ ભક્તિ પણ તેમની કૃતિઓ મનાય છે. આ પ્રકારે રયણસાર અને મુલાચારને પણ કુન્દકુન્દ્રાચાર્યની રચના મનાય છે. કેટલાક લોકો તો કુરલ કાવ્યને પણ તેમની કૃતિ માને છે.
ઉલ્લેખોના આધારે કહી શકાય કે તેમણે પખંડાગમના પ્રથમ ત્રણ ખંડો ઉપર “પરિકર્મ' નામની ટીકા લખી હતી, પરંતુ તે આજે મળી શકતી નથી.
અષ્ટપાહુડમાં નીચે લખ્યા મુજબ આઠ પાહુડ સંગ્રહાયેલા છે. ૧) દંસણ પાહુડ, ૨) સુત્ત પાહુડ, ૩) ચારિત્તપાહુડ, ૪) બોધ પાહુડ, ૫) ભાવ પાહુડ, ૬) મોકખ પાહુડ, ૭) લિંગ પાહુડ, ૮) શીલ પાહુડ.
સમયસાર જિન અધ્યાત્મનું પ્રતિષ્ઠાવાન, અદ્વિતિય મહાન શાસ્ત્ર છે. પ્રવચનસાર અને પંચાસ્તિકાય સંગ્રહું પણ જૈન દર્શનમાં પ્રતિપાદિત વસ્તુવ્યવસ્થાનું વિષદ્ વિવેચન કરવાવાળો જિનાગમનો મૂળ ગ્રંથરાજ છે. આ ત્રણે ગ્રંથરાજ પરંપરાગત દિગમ્બર જૈન સાહિત્યના મૂળ આધાર રૂપ છે. ઉપર કહેલા ત્રણે ગ્રંથોને નાટકત્રયી, પ્રાભૃતાત્રયી અને કુન્દકુન્દત્રયી પણ કહેવામાં આવે છે.
ઉપર કહેલા ત્રણે ગ્રંથરાજો પર કુન્દકુન્દના લગભગ એક હજાર વર્ષબાદ અને આજથી એક હજાર વર્ષ પહેલા આચાર્ય અમૃતચંદ્રદેવે સંસ્કૃત ભાષામાં ગંભીર ટીકાઓ લખી છે. સમયસાર, પ્રવચનસાર અને પંચાસ્તિકાય પર આચાર્ય અમૃતચંદ્ર દ્વારા લખાયેલી ટીકાઓમાં સાર્થક નામ ક્રમશ: ““આત્મખ્યાતિ'', “તત્વપ્રદીપિકા'' અને “સમયવ્યાખ્યા' છે.
આ ત્રણે ગ્રંથો પર આચાર્ય અમૃતચંદ્રથી લગભગ ત્રણસો વરસ બાદ થયેલા આચાર્ય જયસેન દ્વારા લખેલી ““તાત્પર્યવૃત્તિ'' નામની સરળ, સુબોધ ટીકાઓ પણ ઉપલબ્ધ છે.
નિયમસાર પર પરમવૈરાગી મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારીદેવે વિક્રમની બારમી સદીમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com