________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧)
(અષ્ટપાહુડ
અર્થ:- (૧) આહાર, (૨) શરીર, (૩) ઇન્દ્રિય, (૪) મન, (૫) આનપ્રાણ અર્થાત્ શ્વાસોચ્છવાસ અને (૬) ભાષા-આ પ્રકારે છ પર્યાપ્તિ છે. આ પર્યાપ્તિગુણ દ્વારા સમૃદ્ધ અર્થાત્ યુક્ત ઉત્તમ દેવ “અરિહંત” છે.
ભાવાર્થ:- પર્યાપ્તિનું સ્વરૂપ આ રીતે છે:- જે જીવ એક અન્ય પર્યાયને છોડીને અન્ય પર્યાયમાં જાય ત્યારે વિગ્રહગતિમાં વચ્ચે ઉત્કૃષ્ટ ત્રણ સમય રહે, પછી સંજ્ઞી પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય. ત્યાં ત્રણ જાતિની વર્ગણાને ગ્રહણ કરે-આહારવર્ગણા, ભાષાવર્ગણા, મનોવર્ગણા. આ પ્રકારે ગ્રહણ કરીને “આહાર' જાતિની વર્ગણાથી તે આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ-આ પ્રમાણે ચાર પર્યાપ્તિ અંતર્મુહૂર્ત કાળમાં પૂર્ણ કરે. ત્યાર બાદ ભાષા જાતિ અને મનોજાતિની વર્ગણાથી અંતર્મુહૂર્તમાં જ ભાષા ને મન પર્યાપ્ત પૂર્ણ કરે. આ રીતે છયે પર્યાપ્તિ અંતર્મુહૂર્તમાં પૂર્ણ કરે છે. ત્યારબાદ આયુષ્ય પૂરું થાય ત્યાંસુધી પર્યાપ્ત જ કહેવાય છે અને નોકર્મ વર્ગણાને ગ્રહણ કરતા જ રહે છે. અહીં આહાર એટલે કવળાહાર ન જાણવો. આ પ્રમાણે તેરમા ગુણસ્થાનમાં પણ અરિહંતને પર્યાપ્તિ પૂર્ણ જ છે. આ પ્રકારે પર્યાપ્તિ દ્વારા અરિહંતની સ્થાપના છે. ૩૪
હવે પ્રાણ દ્વારા (અરિહંતની સ્થાપના) કહી છે
पंच वि इंदियपाणा मणवयकाएण तिण्णि बलपाणा। आणप्पाणप्पाणा आउगपाणेण होंति दह पाणा।। ३५।।
पंचापि इंद्रियप्राणाः मनोवचनकायैः त्रयो बलप्राणाः। आनप्राणप्राणा: आयुष्कप्राणेन भवंति दशप्राणाः।। ३५ ।।
ઇન્દ્રિયપ્રાણો પાંચ, ત્રણ બળપ્રાણ મન-વચ-કાયના, બે આયુ-શ્વાસોચ્છવાસ પ્રાણો, પ્રાણ એ દસ હોય ત્યાં. ૩૫
અર્થ - પાંચ ઇન્દ્રિયપ્રાણ, મન-વચન-કાયના ત્રણ બળપ્રાણ, એક શ્વાસોચ્છવાસ પ્રાણ અને એક આયુપ્રાણ-એ દસ પ્રાણ છે.
ભાવાર્થ:- આ પ્રકારે દસ પ્રાણ કહ્યા તેમાં તેરમા ગુણસ્થાનમાં ભાવઇન્દ્રિય અને ભાવમનની ક્ષયોપશમભાવરૂપ પ્રવૃત્તિ નથી. આ અપેક્ષાથી તો કાયબળ, વચનબળ, શ્વાસોચ્છવાસ અને આયુ-એ ચાર પ્રાણ હોય છે અને દ્રવ્ય અપેક્ષાથી દસેય પ્રાણ છે. આ રીતે પ્રાણ દ્વારા અરિહંતનું સ્થાપન છે. ૩૫
હવે જીવસ્થાન દ્વારા (અરિહંતની સ્થાપના) કહે છે –
Please inform us of any errors on rajesh@AtmaDharma.com