________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૬
(અષ્ટપાહુડ
પ્રશ્ન:- મુનિને સ્નાનનો ત્યાગ કહ્યો અને અમે સાંભળ્યું છે કે જો ચાંડાલ આદિનો સ્પર્શ થઈ જાય તો દંડ સ્નાન કરે છે?
સમાધાનઃ- જેમ ગૃહસ્થ સ્નાન કરે છે એવું સ્નાન કરવાનો ત્યાગ છે. કેમ કે તેમાં હિંસાની અધિકતા છે. મુનિનું સ્નાન એવું છે કે કમંડળમાં પ્રાસુક જળ રહેતું હોય છે તેમાંથી મંત્ર બોલીને મસ્તક પર ધારામાત્ર કરે છે અને તે દિવસે ઉપવાસ કરે છે. તો આવું સ્નાન તો નામમાત્ર સ્નાન છે. અહીં મંત્ર અને તપસ્નાન મુખ્ય છે. જળસ્નાન મુખ્ય નથી. એ પ્રકારે જાણવું. ૯૮
હવે કહે છે કે આત્મસ્વભાવથી વિપરીત બાહ્ય ક્રિયાકર્મ છે તે શું કરે? મોક્ષમાર્ગમાં તો કંઈ પણ કાર્યકારી નથી:
किं काहिदि बहिकम्मं किं काहिदि बहुविहं च खवणं तु। किं काहिदि आदावं आदसहावस्स विवरीदो।।९९ ।।
किं करिष्यति बहिः कर्म किं करिष्यति बहुविधं च क्षमणं तु। किं करिष्यति आताप: आत्मस्वभावात् विपरीतः।।९९ ।।
બહિરંગ કર્મો શું કરે? ઉપવાસ બહુવિધ શું કરે? રે! શું કરે આતાપના? આત્મસ્વભાવવિરૂદ્ધ જે. ૯૯
અર્થ:- આત્મસ્વભાવથી વિપરીત-પ્રતિકૂળ બાહ્યકર્મ જે ક્રિયાકાંડ તે શું કરશે? મોક્ષનું કાર્યતો કિંચિત્માત્ર નહીં કરે. અનેક પ્રકારના ક્ષમણ અર્થાત્ ઉપવાસાદિ બાહ્યતપ પણ શું કરશે? કાંઈપણ કરશે નહીં. આતાપન યોગ આદિ કાયકલેશ પણ શું કરશે? કાઈપણ કરશે નહીં.
ભાવાર્થ- બાહ્યક્રિયાકર્મ શરીર આશ્રિત છે અને શરીર જડ છે, આત્મા ચેતન છે. જડની ક્રિયા તો ચેતનને કંઈ ફળ આપતી નથી. જેવી રીતે ચેતનાનો ભાવ જેટલો ક્રિયામાં મળે છે એનું ફળ ચેતનને મળે છે. ચેતનનો અશુભ ઉપયોગ મળે ત્યારે અશુભ કર્મ બંધાય અને
ભ ઉપયોગ મળે ત્યારે શુભ કર્મ બંધાય છે. અને જ્યારે શુભ-અશુભ બન્નેથી રહિત ઉપયોગ થાય છે ત્યારે કર્મ બંધાતા નથી, પહેલાં બંધાયેલ કર્મોની નિર્જરા કરીને મોક્ષ કરે છે. આ પ્રકારે ચેતના ઉપયોગ અનુસાર ફળ આપે છે. તેથી એમ કહ્યું છે કે બાહ્યક્રિયાકર્મથી તો કંઈ મોક્ષ થતો નથી, શુદ્ધ ઉપયોગ થવાથી મોક્ષ થાય છે. માટે દર્શન, -જ્ઞાન ઉપયોગોનો વિકાર મટીને શુદ્ધ જ્ઞાન ચેતનાનો અભ્યાસ કરવો તે મોક્ષનો ઉપાય છે. ૯૯
હવે આ જ અર્થને ફરી વિશેષરૂપથી કહે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com