________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ )
છે તે પરિગ્રહ રહિત નથી. તેને ઠાણ અર્થાત્ ઊભા રહીને કાયોત્સર્ગ કરવાથી શું લાભ છે? અને મૌન ધારણ કરવાથી શું મળવાનું છે? કેમકે આત્માનો સમભાવ જે વીતરાગ પરિણામ તેને તો જાણતો નથી.
ભાવાર્થ:- આત્માના શુદ્ધ સ્વભાવને જાણવાથી સમ્યગ્દષ્ટિ થવાય છે. જે મિથ્યાભાવ સહિત પરિગ્રહ છોડીને નિગ્રંથ પણ થઈ ગયો છે, ને કાયોત્સર્ગ કરવો, મૌન ધારણ કરવું ઇત્યાદિ બાહ્ય ક્રિયાઓ પણ કરે છે તો તેની એ ક્રિયા મોક્ષમાર્ગમાં પ્રસંશનીય નથી. કેમકે સમ્યક્ત્વ વિના બાહ્ય ક્રિયાનું ફળ સંસાર જ છે. ૯૭
હવે આશંકા ઉત્પન્ન થાય છે કે, સમ્યક્ત્વ વિના બાહ્ય લિંગ નિષ્ફળ કહ્યું. તો જે બાહ્યલિંગ-મૂળગુણ બગાડે તેને સમ્યક્ત્વ રહે કે નહિ? તેનું સમાધાન કરે છેઃ
मूलगुणं छिलूण य बाहिरकम्मं करेइ जो साहू ।
सो ण लहइ सिद्धिसुहं जिणलिंग विराहगो णियटं ।। ९८ ।।
मूलगुणं छित्वा च बाह्यकर्म करोति यः साधुः । सः न लभते सिद्धिसुखं जिणलिंग विराधक: नियतं ।। ९८ ।।
૧ નિશ્ચયે
જે મૂળગુણને છેદીને મુનિ બાહ્યકર્મો આચરે, પામે ન શિવસુખ નિશ્ચયે જિન કથિત-લિંગ-વિરાધને. ૯૮
અર્થ:- જે મુનિ નિગ્રંથ થઈને ૨૮ મૂલગુણોને છેદીને કાયોત્સર્ગાદિ બાહ્ય ક્રિયા કરે છે તેમોક્ષસુખને પામતો નથી. કારણ કે આવો મુનિ જિનલિંગનો વિરાધક છે.
૩૦૫
ભાવાર્થ:- જિન આજ્ઞા એવી છે કે સમ્યક્ત્વસહિત મૂળ ગુણ ધારણ કરી જે સાધુ ક્રિયા કરે છે તે ધન્ય છે. મૂલગુણ ૨૮ કહ્યા છે :- મહાવ્રત ૫, સમિતિ ૫, ઇન્દ્રિયોનો નિરોધ ૫, આવશ્ય ૬, ભૂમિશયન ૧, સ્નાનનો ત્યાગ ૧, વસ્ત્રનો ત્યાગ ૧, કેશલોચ ૧, એક વા૨ ભોજન ૧, ઊભા ઊભા ભોજન ૧, દંતધોવનનો ત્યાગ ૧, -આ પ્રકારે ૨૮ મૂલગુણ છે. તેમની વિરાધના કરીને કાયોત્સર્ગ, મૌન, તપ, ધ્યાન, અધ્યયન કરે તો તે ક્રિયાઓથી મુક્તિ થતી નથી. જે આ પ્રકારે શ્રદ્ધાન કરે કે અમારે સમ્યક્ત્વ તો છે જ, બાહ્ય મૂલગુણ બગડે તો બગડવા દો, અમે મોક્ષમાર્ગી છીએ જ તો આવી શ્રદ્ધાથી તો જિનઆજ્ઞા ભંગ થવાથી સમ્યક્ત્વનો પણ ભંગ થાય છે. તેથી મોક્ષ કેવી રીતે થાય ? અને (તીવ્ર કષાયવાન થઈ જાય તો) કર્મના પ્રબળ ઉદયથી ચારિત્રભ્રષ્ટ થાય. અને જો જિનઆજ્ઞા અનુસાર શ્રદ્ધા રહે તો સમ્યક્ત્વ રહે છે. પરંતુ મૂલગુણ વિના કેવળ સમ્યક્ત્વથી જ મુક્તિ નથી અને સમ્યક્ત્વ વિના કેવળ ક્રિયાથી જ મુક્તિ નથી એમ જાણવું.
નક્કી ૨ જિન-કથિત-લિંગ-વિરાધને
=
જિન કથિત લિંગની વિરાધના કરતો હોવાથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com