________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અષ્ટપાહુડ
णाणम्मि दंसणम्मि य तवेण चरिएण सम्मसहिएण। 'चोण्हं पि समाजोगे सिद्धा जीवा ण सन्देहो।। ३२।। ज्ञाने दर्शने च तपसा चारित्रेण सम्यक्त्वसहितेन। चतुर्णामपि समायोगे सिद्धा जीवा न सन्देहः।। ३२।।
*દગ-જ્ઞાનથી, સમ્યકત્વયુત ચારિત્રથી ને ત૫ થકી, -એ ચારના યોગે જીવી સિદ્ધિ વરે, શંકા નથી. ૩૨
અર્થ - જ્ઞાન અને દર્શન થયા પછી સમ્યકત્વ સહિત તપ કરીને ચારિત્રપૂર્વક આ ચારેયનો સમાયોગ થવાથી જીવ સિદ્ધ થયા છે, એમાં સંદેહ નથી
ભાવાર્થ - પૂર્વે જે સિદ્ધ થયા છે તે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અને તપ આ ચારેયનો સંયોગથી જ થયા છે-આ જિનવચન છે, આમાં સંદેહ નથી.
હવે કહે છે કે લોકમાં સમ્યગ્દર્શનરૂપ રત્ન અમૂલ્ય છે તે દેવ-દાનવોથી પૂજ્ય છે.
कल्लाणपरंपरया लहंति जीवा विसुद्धसम्मत्तं। सम्मइंसणरयणं अग्धेदि सुरासुरे लोए।।३३।। कल्याणपरंपरया लभंते जीवाः विशुद्धसम्यक्त्वम्। सम्यग्दर्शनरत्नं अय॑ते सुरासुरे लोके।। ३३ ।। કલ્યાણ શ્રેણી સાથ પામે જીવ સમકિત શુદ્ધને; સુર-અસુર કેરા લોકમાં સમ્યકત્વરત્ન પુજાય છે. ૩૩
અર્થ:- જીવ વિશુદ્ધ સમ્યકત્વને કલ્યાણની પરમ્પરા સહિત પામે છે તેથી સમ્યગ્દર્શન રત્ન છે. તે આ સુર-અસુરોથી ભરેલા લોકમાં પૂજ્ય છે.
ભાવાર્થ- વિશુદ્ધ અર્થાત્ પચ્ચીસ મળદોષોથી રહિત નિરતિચાર સમ્યકત્વથી કલ્યાણની પરમ્પરા અર્થાત્ તીર્થંકરપદ પામે છે. માટે જ આ સમ્યકત્વ રત્ન લોકમાં બધા દેવો, દાનવો અને મનુષ્યોથી પૂજ્ય હોય છે. તીર્થંકર પ્રકૃતિના બંધનું કારણ સોળ કારણભાવના કહી છે. તેમાં પ્રથમ દર્શનવિશુદ્ધિ છે તે જ મુખ્ય છે. આ જ વિનયાદિક પંદર ભાવનાઓનું કારણ છે. એટલે સમ્યગ્દર્શનને જ પ્રધાનપણું છે. ૩૩
૧. પાઠાન્તર :- વોડું ૨. રંગ-જ્ઞાન = દર્શન અને જ્ઞાન. ૩. કલ્યાણ શ્રેણી = સુખોની પરંપરા, વિભૂતિની હારમાળા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com