________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૮૩
નમસ્કાર એ પાંચ ક્રિયા, છ આવશ્યક ક્રિયા, નિષિધિકા ક્રિયા અને આસિકાક્રિયા આવા ભાવ શુદ્ધ થવાના કારણો કહ્યા. ૮૦
હવે દ્રવ્ય-ભાવરૂપ સામાન્યરૂપથી જિનલિંગનું સ્વરૂપ કહે છે:
पंचविहचेलचायं खिदिसयण दुविहसंजमं भिक्खू। भावं भावियपुव्वं जिणलिंगं णिम्मलं सुद्धं ।। ८१ ।।
पंचविधचेलत्यागं क्षितिशयनं द्विविध संयम भिक्षु। भावभावयित्वा पूर्वं जिनलिंगं निर्मलं शुद्धम्।। ८१।।
ભૂશયન, ભિક્ષા, દ્વિવિધ સંયમ, પંચવિધ-પદત્યાગ છે, છે ભાવ ભાવિત પૂર્વ, તે જિનલિંગ નિર્મળ શુદ્ધ છે. ૮૧
અર્થ - નિર્મળ શુદ્ધ જિનકિંગ આ પ્રકારે છે. જ્યાં પાંચ પ્રકારના વસ્ત્રનો ત્યાગ છે, ભૂમિ પર શયન છે, બે પ્રકારનો સંયમ છે, ભિક્ષા માગીને ભોજન કરવાનું છે, ભાવિતપૂર્વ અર્થાત્ પૂર્વે શુદ્ધ આત્માનું સ્વરૂપ પરદ્રવ્યથી ભિન્ન સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય થયું હોય તેનો વારંવાર ભાવનાથી અનુભવ કરે-આ રીતે જેમાં ભાવ છે એવા નિર્મળ અર્થાત્ બાહ્યમળ રહિત શુદ્ધ અર્થાત્ અંતર્મળરહિત જિનલિંગ છે.
ભાવાર્થ- અહીં લિંગ દ્રવ્ય-ભાવથી બે પ્રકારનું છે. દ્રવ્ય તો બાહ્યત્યાગ અપેક્ષા છે, જેમાં પાંચ પ્રકારના વસ્ત્રનો ત્યાગ છે. તે પાંચ પ્રકાર આવા છે:- (૧) અંડજ અર્થાત્ રેશમથી બનેલું (૨) બોડુજ-અર્થાત્ કપાસમાંથી બનેલું (૩) રોમજ-અર્થાત્ ઊનથી બનેલું (૪) વલ્કલજ અર્થાત્ વૃક્ષની છાલમાંથી બનેલું. અને (૫) ચર્મજ-અર્થાત્ મૃગ આદિકના ચામડામાંથી બનેલું-આ રીતે પાંચ પ્રકાર કહ્યા, તેથી એમ ન માનવું કે આના સિવાય બીજું વસ્ત્ર ગ્રાહ્ય છેઆ તો ઉપલક્ષણ માત્ર કહ્યા છે. માટે બધા જ વસ્ત્રમાત્રનો ત્યાગ જાણવો.
૧ નિષિધિકા = જિનમંદિરમાં પ્રવેશ કરતાં જ ગૃહસ્થો યા વ્યંતરાદિ દેવો કોઈ ઉપસ્થિત છે એવું માનીને આજ્ઞાર્થ “નિ:સહી” શબ્દ ત્રણવાર બોલવામાં આવે છે. અથવા સમ્યગ્દર્શન, જ્ઞાન,
ચારિત્રમાં સ્થિર રહેવું “નિ:સહી' છે. ૨ આસિકા = ધર્મસ્થાનથી બહાર નીકળતી વખતે વિનયથી વિદાયની આજ્ઞા માગવાના અર્થમાં
આસિકા' શબ્દ બોલવો. અથવા પાપક્રિયાથી મન પાછું વાળવું “આસિકા' છે. ૩ ભૂયન = ભૂમિ પર સૂવું તે. ૪ પંચવિધ-પદત્યાગ = પાંચ પ્રકારનાં વસ્ત્રનો ત્યાગ. ૫ છે ભાવ ભાવિત પૂર્વ = જ્યાં ભાવ (શુદ્ધભાવ) પૂર્વે ભાવવામાં આવ્યો હોય છે, જ્યાં પહેલાં યથોચિત શુદ્ધભાવરૂપ પરિણમન થયું હોય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com