________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪
(અષ્ટપાહુડ
ભૂમિ પર સૂવું, બેસવું, એમાં કાષ્ઠ, લાકડું, ઘાસ, તૃણ પણ ગણી લેવું. ઇન્દ્રિય અને મનને વશમાં રાખવું તથા છ કાયના જીવોની રક્ષા કરવી. -આ રીતે બે પ્રકારનો સંયમ છે. ભિક્ષાભોજન કરવું કે જેમાં કુત, કારિત, અનુમોદનાનો દોષ ન લાગે. છેતાલીસ દોષ ટળે અને બત્રીસ અંતરાય ટળે-એવી વિધિ અનુસાર આહાર કરે. આ પ્રમાણે તો બાહ્યલિંગ છે અને પહેલાં કહ્યું તેવું તો “ભાવલિંગ છે. આ રીતે બે પ્રકારના શુદ્ધ જિનલિંગ કહ્યા છે. શ્વેતામ્બરાદિક અન્ય પ્રકારે કહે છે તે જિનલિંગ નથી. ૮૧
હવે જિનધર્મનો મહિમા કહે છે:
जह रयणाणं पवरं वज्जं जह तरुगणाण गोसीरं। तह धम्माणं पवरं जिणधम्मं भाविभवमहणं ।। ८२।।
यथा रत्नानां प्रवरं वजं यथा तरुगणानां गोशीरम्। तथा धर्माणां प्रवरं जिनधर्मं भाविभवमथनम्।। ८२।।
રત્નો વિષે જ્યમ શ્રેષ્ઠ હીરક, તરૂગણે ગોશીર્ષ છે, જિનધર્મ ભાવિભવમથન ત્યમ શ્રેષ્ઠ છે ધર્મો વિષે. ૮૨
અર્થ:- જેમ રત્નોમાં પ્રવર (શ્રેષ્ઠ) ઉત્તમ વજ (હીરા ) છે અને જેમ તરૂગણ (મોટા વૃક્ષો)માં ઉત્તમ ગોસીર (બાવન ચંદન) છે, તેવી રીતે ધર્મોમાં ઉત્તમ ભાવિભવમથન (ભાવિ ભવોનો હણનાર) જિનધર્મ છે, તેનાથી મોક્ષ થાય છે.
ભાવાર્થ- ધર્મ” એવું સામાન્ય નામ તો લોકમાં પ્રસિદ્ધ છે અને લોકો અનેક પ્રકારથી ક્રિયાકાંડાદિકને ધર્મ જાણીને સેવન કરે છે, પરંતુ પરીક્ષા કરતાં મોક્ષની પ્રાપ્તિ કરાવનાર તો જિનધર્મ જ છે, બીજા બધા સંસારના કારણ છે. તે ક્રિયાકાંડાદિક સંસારમાં જ રાખે છે. કદાચિત સંસારના ભોગોની પ્રાપ્તિ કરાવે છે તો પણ ફરીને ભોગોમાંજ લીન થાય છે ત્યારે એકેન્દ્રિયાદિ પર્યાય પામે છે તથા નરક પામે છે. આવા અન્ય ધર્મો નામમાત્ર છે. માટે ઉત્તમ જિનધર્મ જ જાણવો. ૮૨
હવે શિષ્ય પૂછે છે કે જિનધર્મને ઉત્તમ કહ્યો તો ધર્મનું શું સ્વરૂપ છે? એનું સ્વરૂપ કહે છે કે “ધર્મ' આ પ્રકારે છે:
पूयादिसु वयसहियं पुण्णं हि जिणेहिं सासणे भणियं। मोहक्खोहविहीणो परिणामो अप्पणो धम्मो।। ८३।।
૧ હીરક = હીરો. ૨ ગોશીર્ષ = બાવનચંદન. ૩ ભાવિભવમથન = ભાવિ ભવોને હણનાર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com