________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૮
(અષ્ટપાહુડ
હવે ભક્તિરૂપ વૈયાવૃત્યનો ઉપદેશ કરે છે:
णियसत्तीए महाजस भत्तीराएण णिच्चकालम्मि। तं कुण जिण भत्ति परं विज्जावच्चं दसवियप्पं ।। १०५।। निजशक्त्या महायशः। भक्तिरागेण नित्यकाले। त्वं कुरू जिन भक्ति परं वैयावृत्यं दशविकल्पम्।। १०५।।
તું હે મહાયશ ! ભક્તિરાગ વડે સ્વશક્તિપ્રમાણમાં જિનભક્તિરત 'દશભેદ વૈયાવૃજ્યને આચર સદા. ૧૦૫
અર્થ:- હે મહાયશ! હે મુને ! જિનભક્તિમાં તત્પર થઈને ભક્તિના રાગપૂર્વક તે દસ ભેદરૂપ વૈયાવૃત્યને સદાકાળ તું પોતાની શક્તિ અનુસાર કર. “વૈયાવૃત્ય” –બીજાને કષ્ટ આવે ત્યારે તેની સેવાચાકરી કરવી તેને કહે છે. તેના દસ ભેદ છે-(૧) આચાર્ય, (૨) ઉપાધ્યાય, (૩) તપસ્વી, (૪) શૈક્ષ્ય, (૫) ગ્લાન, (૬) ગણ, (૭) કુળ, (૮) સંઘ, (૯) સાધુ અને (૧૦) મનોજ્ઞ-આ દસ ભેદ મુનિના છે. તેમની વૈયાવૃત્ય કરે છે તેથી દસ ભેદ કહ્યા છે. ૧૦૫
હવે પોતાના દોષને ગુરુની પાસે કહેવો–એવી ગનો ઉપદેશ કરે છે:
जं किंचिं कयं दोसं मणवयकाएहिं असुहभावेण। तं गरहि गुरुसयासे गारव मायं च मोत्तूण।। १०६ ।। यः कश्चित् कृतः दोषः मनोवचः कायैः अशुभ भावेन। तं गहँ गुरुसकाशे गारवं मायां च मुक्त्वा ।। १०६ ।।
તેં અશુભ ભાવે મન-વચ-તનથી ર્ચો કંઈ દોષ જે, કર ગણા ગુરુની સમીપે ગર્વ-માયા છોડીને. ૧૦૬
અર્થ - હે મુને ! જે કંઈ મન-વચન-કાયદ્વારા અશુભભાવોથી પ્રતિજ્ઞામાં દોષ લાગ્યો હોય તેને ગુરુની પાસે પોતાનું ગૌરવ (મહંતપણાનો ગર્વ) છોડીને અને માયા (કપટ) છોડીને મન-વચન-કાયને સરળ કરીને ગહ કર અર્થાત્ વચન દ્વારા પ્રકાશિત કર.
ભાવાર્થ- પોતાને કોઈ દોષ લાગ્યો હોય અને નિષ્કપટ થઈને ગુરુને કહે તો તે દોષ નિવૃત્ત થઈ જાય. જો પોતે શલ્યવાન રહે તો મુનિપદમાં એ મોટો દોષ છે. તેથી પોતાનો દોષ છુપાવવો નહિ, જેવો હોય તેવો સરળ બુદ્ધિથી ગુરુઓની પાસે કહે તો દોષ મટે-આ
૧ દશભેદ = દશવિધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com