________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૯૭
કંઈ કંદ-મૂલો, પત્ર-પુષ્પો, બીજ આદિ સચિત્તને તું માન-મદથી ખાઈને ભટકયો અનંત ભવાર્ણવે. ૧૦૩
અર્થ:- કંદ-સૂરણ. આદિ; બીજ-ચણા આદિ અન્નાદિક; મૂળ-આદુ, મૂળો, ગાજર વગેરે; પુષ્પ-ફૂલ, પત્રનાગરવેલ વગેરે–તેને આદિ કરીને જે કંઈ પણ સચિત્ત વસ્તુ હતી તેને વર્ગ કરીને તેમનું ભક્ષણ કર્યું. તેથી હે જીવ ! તે અનંત સંસારમાં ભ્રમણ કર્યું.
ભાવાર્થ- કંદમૂળ આદિ સચિત્ત અનંત જીવોની જાય છે તથા અન્ય બીજાદિક વનસ્પતિ સચિત્ત છે-એનું ભક્ષણ કર્યું. પ્રથમ તો માન કરીને-અમે તપસ્વી છીએ, અમારે ઘરબાર નથી, વનના પુષ્પ-ફળાદિ ખાઈને તપસ્યા કરીએ છીએ એવા મિથ્યાષ્ટિ તપસ્વી થઈને માન કરીને-ખાધું તથા ગર્વથી ઉદ્ધત થઈને દોષ માન્યો નહીં, સ્વચ્છંદી બની સર્વભક્ષી થયો. એવા આ કંદાદિકને ખાઈને આ જીવે સંસારમાં ભ્રમણ કર્યું. હવે મુનિ થઈને તેનું ભક્ષણ ન કર એમ ઉપદેશ છે. અન્ય મતના તપસ્વી કંદમૂળાદિક ફળફૂલ ખાઈને પોતાને મહંત માને છે, તેમનો નિષેધ છે. ૧૦૩
હવે વિનય આદિનો ઉપદેશ કરે છે. પહેલાં વિનયનું વર્ણન છે:
विणयं पंचपयारं पालहि मणवयणकायजोएण। अविणयणरा सुविहियं तत्तो मुत्तिं न पावंति।। १०४ ।। विनयः पंचप्रकारं पालय मनोवचनकाययोगेन।
अविनतनराः सुविहितां ततो मुक्तिं न प्राप्नुवंति।।१०४ ।। રે! વિનય પાંચ પ્રકારનો તું પાળ મન-વચનુતન વડે; નર હોય જે અવિનીત તે પામે ન સુવિહિત મુક્તિને. ૧૦૪
અર્થ:- હે મુને ! જે કારણથી અવિનયી મનુષ્ય ઉચ્ચપ્રકારની મુક્તિને પામતા નથી અર્થાત અભ્યદય તીર્થંકરાદિ સહિત મુક્તિ પામતા નથી. તેથી અમે ઉપદેશ કરીએ છીએ કેવંદના, (હાથ જોડવા), ચરણોમાં પડવું, આવતાની સાથે ઊભા થવું, સામે જવું અને અનુકૂળ વચન કહેવા-આ પાંચ પ્રકારો વિનય છે અથવા જ્ઞાન, દર્શનચારિત્ર, તપ અને તેમને ધારણ કરનાર પુરુષનો વિનય કરવો-એવા પાંચ પ્રકારના વિનયનું તું મન-વચન-કાય-ત્રણે યોગોથી પાલન કર.
ભાવાર્થ - વિનય વિના મુક્તિ નથી. તેથી વિનયનો ઉપદેશ છે. વિનયમાં ઘણા ગુણો છે, જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, માનકષાયનો નાશ થાય છે. શિષ્ટાચારનું પાલન છે અને કલહનું નિવારણ છે. ઇત્યાદિ વિનયના ગુણો જાણવા માટે જે સમ્યગ્દર્શનાદિથી મહાન છે તેમનો વિનય કરો એ ઉપદેશ છે અને જે વિનય વિના જિનમાર્ગથી ભ્રષ્ટ થયા, વસ્ત્રાદિક સહિત જે મોક્ષમાર્ગ માનવા લાગ્યા તેમનો નિષેધ છે. ૧૦૪
Please inform us of any errors on rajesh@AtmaDharma.com