________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૬
(અષ્ટપાહુડ
ભાવાર્થ:- મુનિ છેતાલીસ દોષ રહિત શુદ્ધ આહાર કરે છે, બત્રીસ અંતરાય ટાળે છે, ચૌદ મળદોષ રહિત આહાર કરે છે. તેથી જે મુનિ થઈને સદોષ આહાર કરે છે તેનાથી જણાય છે કે તેના ભાવ જ શુદ્ધ નથી. તેને આ ઉપદેશ છે કે હું મુને! તે દોષ સહિત અશુદ્ધ આહાર ર્યો તેથી તિર્યંચગતિમાં પહેલાં ભ્રમણ કર્યું અને કષ્ટ સહ્યું. માટે ભાવ-શુદ્ધ કરીને શુદ્ધ આહાર કર, જેથી ફરીને ભ્રમણ કરવું ન પડે. છેતાલીસ દોષમાંથી સોળ તો ઉદ્દગમ દોષ છે, તે આહાર બનવાના છે, જે શ્રાવકને આશ્રિત છે; સોળ ઉત્પાદન દોષ છે, તે મુનિને આશ્રિત છે; દસ દોષ એષણાના છે, તે આહારને આશ્રિત છે અને ચાર પ્રમાણ આદિકના છે. તેમના નામ તથ સ્વરૂપ ‘મૂળાચાર’, ‘આચાર સાર” ગ્રંથથી જાણવા. ૧૦૧
હવે ફરી કહે છે:
सच्चित्तभत्तपाणं गिद्धी दप्पेणऽधी पभुत्तूण। पत्तो सि तिव्वदुक्खं अणाइकालेण तं चिंत।।१०२ ।।
सचित्तभक्तपानं गृद्ध्या दर्पण अधी: प्रभुज्य। प्राप्तोऽसि तीव्रदुःखं अनादिकालेन त्वं चिन्तय।। १०२।।
તું વિચાર રે! -તે દુઃખ તીવ્ર લહ્યાં અનાદિ કાળથી, કરી અશન-પાન સચિત્તનાં અજ્ઞાન-ગૃદ્ધિ-દર્પથી? ૧૦૨
અર્થ - હે જીવ! તું દુર્બુદ્ધિ (અજ્ઞાની) થઈને અતિચાર સહિત તથા અતિ ગર્વ (ઉદ્ધતપણા) થી સચિત્ત ભોજન તથા પાન-જીવસહિત આહારપાણી-લઈને અનાદિ કાળથી તીવ્ર દુઃખ પામ્યો એનો વિચાર કર-ચિંતન કર.
ભાવાર્થ- મુનિને ઉપદેશ કરે છે કે અનાદિ કાળથી જ્યાંસુધી અજ્ઞાની રહ્યો-જીવનું સ્વરૂપ જાણ્યું નહિ–ત્યાંસુધી સચિત્ત (જીવસહિત) આહાર-પાણી કરીને સંસારમાં તીવ્ર નરકાદિનાં દુઃખ પામ્યો. હવે મુનિ થઈને ભાવ શુદ્ધ કરી સચિત્ત આહાર-પાણી ન કર, નહીં તો ફરી પહેલાની જેમ દુ:ખ પામીશ. ૧૦૨
હવે ફરી કહે છેઃ
कंदं मूलं बीवं पुप्फ पत्तादि किंचि सच्चित्तं। असिऊण माणगव्वं भमिओ सि अणंतसंसारे।। १०३।।
कंदं मूलं बीजं पुष्पं पत्रादि किंचित् सचित्तम्। अशित्वा मानगर्वे भ्रमितः असि अनंत संसारे।। १०३ ।।
૧ દર્પ = ઉદ્ધતાઈ; ગર્વ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com