________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૯૫
ભાવાર્થ:- નિશ્ચય સમ્યકત્વનું-શુદ્ધ આત્માનું-અનુભૂતિરૂપ શ્રદ્ધાન તે ભાવ છે. આવા ભાવ સહિત હોય તેને ચાર આરાધના હોય છે. તેનું ફળ અરહંત-સિદ્ધપદ છે અને આવા ભાવથી રહિત હોય તેને આરાધના હોતી નથી, તેનું ફળ સંસારનું ભ્રમણ છે. એવું જાણીને ભાવ શુદ્ધ કરવો એ ઉપદેશ છે. ૯૯
હવે ભાવોના જ ફળને વિશેષરૂપથી કહે છે -
पावंति भावसवणा कल्लाण परंपराई सोक्खाई। दुक्खाई दव्वसवणा णरतिरियकुदेव जोणीए।। १००।। पाप्नुवंति भावश्रमणाः कल्याणपरंपराः सौख्यानि। दुःखानि द्रव्यश्रमणा: नरतिर्यक्कुदेवयोनौ।। १००।।
રે! ભાવમુનિ કલ્યાણકોની શ્રેણિયુત સૌખ્યો લહે; ને દ્રવ્યમુનિ તિર્યંચ-મનુજ-કુદેવમાં દુ:ખો સહે. ૧OO
અર્થ:- જે ભાવભ્રમણ છે-ભાવમુનિ છે. તેઓ જેમાં કલ્યાણની પરંપરા છે એવા સુખોને પામે છે અને જે દ્રવ્યશ્રમણ છે તે તિર્યંચ, મનુષ્ય કે કુદેવ યોનિમાં દુઃખોને પ્રાપ્ત થાય
ભાવાર્થ- ભાવમુનિ સમ્યગ્દર્શન સહિત છે. તેઓ તો સોલહ કારણ ભાવના ભાવીને ગર્ભ, જન્મ, તપ, જ્ઞાન, ને નિર્વાણ-એ પંચકલ્યાણકો સહિત તીર્થંકરપદ પામીને મોક્ષ પ્રાપ્ત કરે છે અને જે સમ્યગ્દર્શન રહિત દ્રવ્યમુનિ છે તે તિર્યંચ, મનુષ્ય કે કુદેવ યોનિ પામે છે. આ ભાવના વિશેષથી ફળનું વિશેષ છે. ૧OO
હવે કહે છે કે અશુદ્ધ ભાવથી અશુદ્ધ જ આહાર ર્યો, તેથી દુર્ગતિ જ પામ્યો :
छायालदोसदूसियमसणं गसिउं असुद्ध भावेण। पत्तो सि महावसणं तिरियगईए अणप्पवसो।। १०१।।
षट्चत्वारिंशदोषदूषितमशनं ग्रसितं अशुद्धभावेन। प्राप्तः असि महाव्यसनं तिर्यग्गतौ अनात्मवशः।। १०१।।
અવિશુદ્ધ ભાવે દોષ છંતાળીસ સહુ ગ્રહી અશનને, તિર્યંચગતિ મધ્યે તું પામ્યો દુઃખ બહુ પરવશપણે. ૧૦૧
અર્થ:- હે મુને ! તે અશુદ્ધ ભાવથી છેતાળીસ દોષોથી દૂષિત અશુદ્ધ અશન (આહાર) ખાધું, તેથી તિર્યંચગતિમાં પરાધીન થઈને મહાન કષ્ટ પ્રાપ્ત કર્યું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com