________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૮૭
પણ આત્મને ઇચ્છયા વિના પુણ્યો અશેષ કરે ભલે, તોપણ લહે નહિ સિદ્ધિને, ભવમાં ભમે-આગમ કહે. ૮૬
અર્થ- અથવા જે પુરુષ આત્માને ઇષ્ટ કરતો નથી, તેનું સ્વરૂપ જાણતો નથી, અંગીકાર કરતો નથી અને સર્વ પ્રકારના સમસ્ત પુણ્ય કરે છે તો પણ સિદ્ધિ (મોક્ષ) પામતો નથી પરંતુ તે પુરુષ સંસારમાં જ ભ્રમણ કરે છે.
ભાવાર્થ:- આત્મિક ધર્મ ધારણ કર્યા વિના સર્વ પ્રકારના પુણ્યનું આચરણ કરે તો પણ મોક્ષ થતો નથી, સંસારમાં જ રહે છે. કદાચિત્ સ્વર્ગાદિક ભોગ પામે તો ત્યાં ભોગોમાં આસક્ત થઈને રહે, ત્યાંથી ચ્યવીને એકેન્દ્રિયાદિક થઈને સંસારમાં જ ભ્રમણ કરે છે. ૮૬
હવે આ કારણથી આત્માનું જ શ્રદ્ધાન કરો, પ્રયત્નપૂર્વક જાણો, મોક્ષ પ્રાપ્ત કરો એવો ઉપદેશ કરે છે:
एएण कारणेण य तं अप्पा सद्दहेह तिविहेण। जेण य लहेह मोक्खं तं जाणिज्जह पयत्तेण।। ८७।।
एतेन कारणेन च तं आत्मानं श्रद्धत्त त्रिविधेन। येन च लभध्वं मोक्षं तं जानीत प्रयत्नेन।। ८७।।
આ કારણે તે આત્મની ત્રિવિધે તમે શ્રદ્ધા કરો, તે આત્માને જાણો પ્રયત્ન, મુક્તિને જેથી વરો. ૮૭
અર્થ:- પહેલાં કહ્યું હતું કે આત્માનો ધર્મ તો મોક્ષ છે તે જ કારણથી કહે છે કે હે ભવ્ય જીવો! તમે એ આત્માને પ્રયત્નપૂર્વક સર્વ પ્રકારના ઉદ્યમ કરીને યથાર્થ જાણો, તે આત્માનું શ્રદ્ધાન કરો, પ્રતીતિ કરો, આચરણ કરો. મન-વચન-કાયાથી એવું કરો કે જેથી મોક્ષ પામો.
ભાવાર્થ:- જેને જાણવાથી અને જેનું શ્રદ્ધાન કરવાથી મોક્ષ પમાય તેને જ જાણવાથી અને તેનું જ શ્રદ્ધાન કરવાથી તે મોક્ષ પ્રાપ્તિ કરાવે છે. માટે આત્માને જાણવાનું કાર્ય સર્વ પ્રકારના ઉધમપૂર્વક કરવું જોઈએ. તેથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી ભવ્યજીવોને આજ ઉપદેશ છે. ૮૭
હવે કહે છે કે બાહ્ય હિંસાદિક ક્રિયા વિના જ અશુદ્ધ ભાવથી તંદુલમત્સ્ય જેવો જીવ પણ સાતમી નરકે ગયો ત્યારે અન્ય મોટા જીવોની તો શું વાત ? :
Please inform us of any errors on rajesh@AtmaDharma.com