________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮
(અષ્ટપાહુડ
मच्छो वि सालिसित्थो असुद्धभावो गओ महाणरयं। इय णाउं अप्पाणं भावह जिणभावणं णिच्च ।। ८८।।
मत्स्यः अपि शालिसिक्थ: अशुद्धभाव: गतः महानरकम्। इति ज्ञात्वा आत्मानं भावय जिनभावनां नित्यम्।।८८।।
અવિશુદ્ધ ભાવે મત્સ્ય તંદુલ પણ ગયો મહા નરકમાં, તેથી નિજાભા જાણી નિત્ય તું ભાવ રે! જિનભાવના. ૮૮
અર્થ:- હે ભવ્ય જીવ! તું દેખ, શાલિસિકથ (તંદુલ નામનો મસ્ય) તે પણ અશુદ્ધ ભાવ સ્વરૂપ થઈને મહાનરક ( સાતમીનરક) માં ગયો. માટે તને ઉપદેશ આપીએ છીએ કે પોતાના આત્માને જાણવાને માટે નિરંતર જિનભાવના કર.
ભાવાર્થ- અશુદ્ધ ભાવોના માહાભ્યથી તંદુલમસ્ય જેવો નાનો જીવ પણ સાતમી નરકમાં ગયો તો અન્ય મોટા જીવો કેમ નરકમાં ન જાય? તેથી ભાવ શુદ્ધ કરવાનો ઉપદેશ છે. ભાવ શુદ્ધ થવાથી પોતાના અને બીજાના સ્વરૂપને જાણવાનું બને છે. પોતાના અને બીજાના સ્વરૂપનું જ્ઞાન જિનદેવની આજ્ઞાની ભાવના નિરંતર ભાવવાથી થાય છે. માટે જિનદેવની આજ્ઞાની ભાવના નિરંતર કરવી યોગ્ય છે.
તંદુલ મત્સ્યની કથા આવી છે :- કાકંદીપુરીના રાજા સુરસેન હતા. તે માંસભક્ષી બની ગયા. અને અત્યંત લોલુપી, નિરંતર માંસ ખાવાની ઇચ્છા રાખતા હતા. તેને “પિતૃપ્રિય' નામનો રસોયો હતો. તે અનેક જીવોનું માંસ હંમેશા ખવડાવતો હતો. તેને સર્પ ડસી ગયો તેથી મરીને સ્વયંભૂરમણ સમુદ્રમાં મોટો મચ્છ થયો. રાજા સુરસેન પણ મરીને ત્યાં જ તે મહામચ્છના કાનમાં તંદુલ મચ્છ થયો.
ત્યાં મહામચ્છના મુખમાં અનેક જીવ આવે અને બહાર નીકળી જાય ત્યારે તંદુલ મચ્છ તેમને જોઈને વિચાર કરે કે આ મહામચ્છ અભાગિયો છે, જે મુખમાં આવેલા જીવોને ખાતો નથી. જો મારું શરીર આટલું મોટું હોત તો આ સમુદ્રના બધા જીવોને ખાઈ જાત. આવા ભાવોના પાપથી જીવોને ખાધા વગર જ સાતમી નરકમાં ગયો અને મહામચ્છ તો ખાવાવાળો હતો તેથી તે તો નરકમાં જાય જ જાય.
માટે અશુદ્ધ ભાવસહિત બાહ્ય પાપ કરે તે નરકનું કારણ છે જ, પરંતુ બાહ્ય હિંસાદિક પાપ કર્યા વિના કેવળ અશુદ્ધ ભાવ પણ તેની જેવા જ છે. તેથી ભાવોમાં અશુભ ધ્યાન છોડીને શુભ ધ્યાન કરવું યોગ્ય છે. અહીં એવું પણ જાણવું કે જે પહેલાં રાજ્ય પામ્યો હુતો તે, પહેલાં પુણ્ય કર્યું હતું તેનું ફળ હતું. પછી કુભાવ થયા ત્યારે નરકે ગયો. માટે આત્મજ્ઞાન વિના કેવળ પુણ્ય જ મોક્ષનું સાધન નથી. ૮૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com