________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૫૧
આવ્યો તેવોજ ભવિષ્યની (આગળની) પર્યાયનો ઉદય આવે તે (૧) “સર્વાવધિ મરણ” છે અને એક દેશ બંધ ઉદય થાય તે (૨) “દેશાવધિ મરણ ' કહેવાય છે.
(૪) વર્તમાન પર્યાયની સ્થિતિ આદિ જેવો ઉદય હતો તેવો આગળની પર્યાયનો સર્વતઃ અથવા દેશતઃ બંધ-ઉદય ન થાય તે “આધાન્ત મરણ” છે.
(૫) પાંચમું “બાલ મરણ' છે. આ પાંચ પ્રકારનાં છે-(૧) અવ્યક્તબાલ, (૨) વ્યવહારબાલ, (૩) જ્ઞાનબાલ, (૪) દર્શનબાલ અને (૫) ચારિત્રબાલ (૧) જે ધર્મ, અર્થ, કામ-આ કાર્યોને ન જાણે તથા જેનું શરીર એમના આચરણને માટે સમર્થ ન હોય તે અવ્યક્ત બાલ” છે. (૨) જે લોકના અને શાસ્ત્રના વ્યવહારને ન જાણે તથા બાળક અવસ્થા હોય તે
વ્યવહાર બાલ” છે. (૩) વસ્તુના યથાર્થ જ્ઞાનરહિત “જ્ઞાન બાલ” છે. (૪) તત્ત્વશ્રદ્ધાન રહિત મિથ્યાદષ્ટિ “દર્શન બાલ” છે. અને (૫) ચારિત્રરહિત પ્રાણી “ચારિત્ર બાલ” છે. એમનું મૃત્યુ તે “બાલ મરણ” છે. અહીં મુખ્યત્વે દર્શન બાલનું જ ગ્રહણ છે. કેમકે સમ્યગ્દષ્ટિને અન્ય બાલ્યપણું હોવા છતાં પણ દર્શન-પંડિતતાના સભાવથી પંડિત મરણમાં જ ગણાય છે. દર્શનબાલનું મરણ સંક્ષેપથી બે પ્રકારનું કહ્યું છે. (A) ઇચ્છાપ્રવૃત્ત અને (B) અનિચ્છાપ્રવૃત્ત, (A) અગ્નિથી, ધૂમાડાથી, શસ્ત્રથી, ઝેરથી, પાણીથી, પર્વતની ટોચ પરથી પડવાથી, અતિ ઠંડી-ગરમીની બાધાના કારણે, બંધનથી, ભૂખ અને તરસ રોકવાથી, જીભ ખેંચી કાઢવાથી અને વિરૂદ્ધ આહાર કરવાથી બાલ (અજ્ઞાની) ઇચ્છાપૂર્વક મૃત્યુ પામે તે “ઇચ્છા પ્રવૃત્ત' છે તથા (B) જીવવાની ઇચ્છાવાળો હોય અને મૃત્યુ પામે તે “અનિચ્છા પ્રવૃત્ત' છે.
(૬) “પંડિતમરણ” ચાર પ્રકારના છે-(૧) વ્યવહાર પંડિત, (૨) સમ્યકત્વ પંડિત, (૩) જ્ઞાનપંડિત, (૪) ચારિત્રપંડિત, (૧) લોકશાસ્ત્રના વ્યવહારમાં પ્રવીણ હોય તે “વ્યવહાર પંડિત” છે. (૨) સમ્યકત્વ સહિત હોય તે “સમ્યકત્વ પંડિત” છે. (૩) સમ્યજ્ઞાન સહિત હોય તે “જ્ઞાન પંડિત” છે. (૪) સમ્યક્રચારિત્ર સહિત હોય તે “ચારિત્ર પંડિત છે. અહીં દર્શન, જ્ઞાન, ચારિત્રસહિત પંડિતનું ગ્રહણ છે, કેમકે વ્યવહારપંડિત મિથ્યાદષ્ટિ બાલ મરણમાં આવી ગયા. ૬
(૭) મોક્ષમાર્ગમાં પ્રવર્તવાવાળા સાધુ સંઘથી છૂટા હોય તેને આસન કહે છે. આમાં પાર્વસ્થ, સ્વચ્છંદ, કુશીલ, સંસક્ત પણ લેવા. આવા પાંચ પ્રકારના ભ્રષ્ટ સાધુઓનું મરણ “આસન્ન મરણ” છે.
(૮) સમ્યગ્દષ્ટિ શ્રાવકનું મરણ “બાલ પંડિત મરણ છે.
(૯) “સશલ્મ મરણ” બે પ્રકારના છે-મિથ્યાદર્શન. માયા. નિદાન એ ત્રણ શલ્ય તો “ભાવ શલ્ય” છે ને પાંચ સ્થાવર તથા ત્રસમાં અસંજ્ઞી એ “દ્રવ્ય શલ્ય” સહિત છે. આ પ્રકારે સશલ્ય મરણ” છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com