________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ર
(અષ્ટપાહુડ
આ કંસ શૌર્યપુર ગયો. ત્યાં વસુદેવ રાજાનો સેવક બનીને રહ્યો. પછી જરાસંઘ પ્રતિનારાયણનો પત્ર આવ્યો કે જે પોદનાપુરના રાજા સિંહરથને બાંધી લાવે તેને અરધું રાજ આપીશ અને તેની
રી પુત્રીનો વિવાહ કરાવીશ. ત્યારે વસદેવ ત્યાં કંસ સહિત જઈને યુદ્ધ કરી સિંહરથને બાંધી લીધો અને જરાસંઘને સોંપી દીધો, પછી જરાસંઘે જીવંયશા પુત્રી સહિત અરધું રાજ્ય આપ્યું, ત્યારે વસુદેવે કહ્યું-સિંહરથને કંસ બાંધીને લાવ્યો છે, તેને આપો. ત્યારે જરાસંઘ તેનું કૂળ જાણવા મંદોદરીને બોલાવી કુળનો નિશ્ચય કરી જીવંયશા પુત્રી સાથે તેના લગ્ન કરાવ્યા. ત્યારે કંસે મથુરાનું રાજ જીતી લઈ પિતા ઉગ્રસેન રાજાને અને પદ્માવતી માતાને બંદીખાનામાં પૂરી દીધા. પાછળથી તે કૃષ્ણનારાયણથી મૃત્યુને પ્રાપ્ત થયો. એમની કથા વિસ્તારપૂર્વક ઉત્તરપુરાણાદિથી જાણવી. આ પ્રમાણે વસિષ્ઠ મુનિએ નિદાનથી સિદ્ધિ પ્રાપ્ત ન કરી. માટે ભાવલિંગથી જ સિદ્ધિ છે-૪૬
હવે કહે છે કે ભાવરહિત જીવ ચોરાસી લાખ યોનિઓમાં ભ્રમણ કરે છે:
सो णत्थि तप्पएसो चउरासी लक्ख जोणिवासम्मि। भावविरओ वि सवणो जत्थ ण ढुरुदल्लिओ जीव।। ४७।।
सः नास्ति तं प्रदेश: चतुरशीतिलक्षयोनिवासे। भावविरत: अपि श्रमण: यत्र न भ्रमितः जीवः।। ४७।।
એવો ન કોઈ પ્રદેશ લખ ચોરાશી યોનિનિવાસમાં, રે! ભાવવિરહિત શ્રમણ પણ પરિભ્રમણને પામ્યો ન જ્યાં. ૪૭
અર્થ:- આ સંસારમાં ચોરાસી લાખ યોનિ નિવાસમાં એવો કોઈ પ્રદેશ નથી કે જેમાં આ જીવે દ્રવ્યલિંગી મુનિ થઈને પણ ભાવરહિત રહેતો થકો ભ્રમણ ન કર્યું હોય.
ભાવાર્થ:- દ્રવ્યલિંગ ધારણ કરી નિર્ચન્થ મુનિ બની શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ ભાવ વિના આ જીવ ચોરાસી લાખ યોનિઓમાં ભ્રમણ જ કરતાં એવું કોઈ સ્થાન બાકી નથી રાખ્યું કે
જ્યાં તેણે જન્મ-મરણ કર્યા ન હોય.
આગળ ચોરાસી લાખ યોનિના ભેદ કહે છે:- પૃથ્વી, અપ, તેજ, વાયુ, નિત્યનિગોદ અને ઇતર નિગોદ-આ દરેકની તો સાત-સાત લાખ યોનિ છે. બધા મળીને બેતાલીસ લાખ યોનિ થઈ. વનસ્પતિની દસ લાખ યોનિ છે. બે ઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય અને ચૌઇન્દ્રિયની બે બે લાખ યોનિ છે. પંચેન્દ્રિય તિર્યંચની ચાર લાખ યોનિ, દેવની ચાર લાખ યોનિ, નારકીની ચાર લાખ યોનિ અને મનુષ્યની ચૌદ લાખ યોનિ છે. આ પ્રકારે ચોરાસી લાખ યોનિ છે. આ જીવોના ઉત્પન્ન થવાના સ્થાન છે. ૪૭
હવે કહે છે કે દ્રવ્યમાત્રથી લિંગી થવાતું નથી, ભાવથી થવાય છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com