________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૬૧
બીજાય સાધુ વસિષ્ઠ પામ્યા દુઃખને નિદાનથી; એવું નથી કો સ્થાન કે જે સ્થાન જીવ ભમ્યો નથી. ૪૬
અર્થ- અન્ય એક બીજા વશિષ્ઠ નામના મુનિ નિદાનના દોષથી દુઃખ પામ્યા. માટે લોકમાં એવું કોઈ રહેવાનું સ્થાન નથી કે જેમાં આ જીવ જન્મ-મરણ સહિત ભ્રમણને પ્રાપ્ત થયો ન હોય.
ભાવાર્થ- વશિષ્ઠ મુનિની કથા આ પ્રમાણે છે:- ગંગા અને ગંધવતી બન્ને નદીઓનો જ્યાં સંગમ થાય છે ત્યાં જઠર કૌશિક નામના તાપસીની પલ્લી (ઝૂંપડી) હતી. ત્યાં એક વશિષ્ઠ નામના તપસ્વી પંચાગ્નિથી તપ કરતા હતા. ત્યાં ગુણભદ્ર-વીરભદ્ર નામના બે ચારણમુનિ આવ્યા. તેમણે વશિષ્ઠ તપસ્વીને કહ્યું કે તું અજ્ઞાન તપ કરે છે, એમાં જીવોની હિંસા થાય છે. ત્યારે તપસ્વીએ પ્રત્યક્ષ હિંસા દેખીને વૈરાગ્ય પામી જૈન દીક્ષા લઈ લીધી. માસોપવાસ સહિત આતાપનયોગ સ્થાપિત ર્યો. તે તપના માહાભ્યથી સાત વ્યંતર દેવોએ આવીને કહ્યું, “અમને આજ્ઞા આપો તે અમે કરીએ.' ત્યારે વશિષ્ઠ કહ્યું, “અત્યારે તો મારે કંઈ પ્રયોજન નથી, જન્માંતરમાં તમને યાદ કરીશ”. પછી વશિષ્ઠ મથુરાપુરીમાં આવીને માસોપવાસ સહિત આતાપન યોગ સ્થાપિત ર્યો.
તેને મથુરાપુરીના રાજા ઉગ્રસેને જોઈને ભક્તિવશ એવો વિચાર ર્યો કે હું એમને પારણું કરાવીશ. નગરમાં જાહેરાત કરાવી દીધી કે આ મુનિને હું પારણું કરાવવાનો છું, તેથી બીજા કોઈ આહાર ન દે. પછી પારણાને દિવસે મુનિ નગરમાં આવ્યા ત્યાં અગ્નિનો ઉપદ્રવ જોઈને અંતરાય જાણી મુનિ પાછા ફરી ગયા. ફરી માસોપવાસ કર્યા પારણાને દિવસે નગરમાં આવ્યા. ત્યારે હાથીનો ઉપદ્રવ જોઈ, અંતરાય જાણી મુનિ પાછા ફરી ગયા. ફરીને માસોપવાસ કર્યા. પારણાને દિવસે ફરીને નગરમાં આવ્યા. ત્યારે રાજા જરાસિંઘનો પત્ર આવેલ તેના નિમિત્તથી રાજાનું મન વ્યગ્ર હતું. તેથી મુનિનું યથોચિત પડગાહન કર્યું નજર, ત્યારે અંતરાય માનીને મુનિ પાછા વનમાં જતા હતા ત્યારે લોકોનાં વચન સાંભળ્યાં કે “રાજા મુનિને આહાર આપે નહિ અને બીજા દેવાવાળાઓને મનાઈ કરી છે” આવા લોકોનાં વચન સાંભળી રાજા ઉપર ક્રોધ આવ્યો અને નિદાન કર્યું કે આ રાજાને ત્યાં પુત્રરૂપે જન્મીને રાજાનો નિગ્રહ કરી હું રાજ કરૂં. આ તપનું મારું આ ફળ હો. આ રીતે નિદાન કરી મૃત્યુ પામ્યો.
રાજા ઉગ્રસેનની રાણી પદ્માવતીના ગર્ભમાં આવ્યો. નવમાસ પૂરા થયે જન્મ લીધો ત્યારે તેની દૂર દષ્ટિ જોઈને, તેને કાંસાની પેટીમાં રાખી વૃતાન્તના લેખ સાથે યમુના નદીમાં પધરાવી દીધો. કૌશામ્બીપુરમાં મંદોદરી નામની દલાલી (દારૂ વેચનારી) એ તેને લઈ પુત્રબુદ્ધિથી પાલન કર્યું ને. કંસ નામ રાખ્યું. જ્યારે તે મોટો થયો તો બાળકોની સાથે રમતી વખતે બધાને દુઃખ આપવા લાગ્યો. ત્યારે મંદોદરીએ ઝઘડાથી કંટાળીને દુઃખથી તેને કાઢી મૂક્યો. પછી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com