________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૭૨
(અષ્ટપાહુડ
ભાવાર્થ:- નિગ્રંથ થઈ દીક્ષા લઈ સંયમભાવથી સારી રીતે તપમાં પ્રવર્તન કરે, ત્યારે સંસારનો મોહ દૂર થઈ વીતરાગપણું પ્રાપ્ત થાય. પછી નિર્મળ ધર્મધ્યાન અને શુકલધ્યાન થાય છે. આ પ્રમાણે ધ્યાનથી કેવળજ્ઞાન ઉત્પન્ન કરી મોક્ષ પ્રાપ્ત થાય છે. એટલે આ પ્રકારે ઉપદેશ છે. ૧૬
હવે કહે છે કે, આ જીવ અજ્ઞાન અને મિથ્યાત્વના દોષથી મિથ્યામાર્ગમાં પ્રવર્તન કરે
છે:
मिच्छादंसणमग्गे मलिणे अण्णाणमोहदोसेहिं । वज्झंति मूढजीवा 'मिच्छत्ताबुद्धिउदएण ।। १७ ।।
मिथ्यादर्शनमार्गे मलिने अज्ञानमोहदोषैः । वध्यन्ते मूढजीवाः मिथ्यात्वाबुद्ध्युदयेन।। १७।। જે વર્તતા `અજ્ઞાનમોહમલે મલિન મિથ્યામતે, તે મૂઢજીવ મિથ્યાત્વ ને મતિદોષથી બંધાય છે. ૧૭
અર્થ:- જે મૂઢ જીવ છે તે અજ્ઞાન અને મોહ અર્થાત્ મિથ્યાત્વના દોષોથી મલિન એવા મિથ્યાદર્શન અર્થાત્ કુમત માર્ગ તેમાં મિથ્યાત્વ અને અબુદ્ધિ અર્થાત્ અજ્ઞાનના ઉદયથી પ્રવૃત્ત
છે.
ભાવાર્થ:- આ મૂઢ જીવ મિથ્યાત્વ અને અજ્ઞાનના ઉદયથી મિથ્યામાર્ગમાં પ્રવર્તે છે.
માટે મિથ્યાત્વ-અજ્ઞાનનો નાશ કરવો એમ ઉપદેશ છે. ૧૭
હવે કહે છે કે સમ્યગ્દર્શન-જ્ઞાન શ્રદ્ધાનથી ચારિત્રનો દોષ દૂર થાય છેઃ
सम्मदंसण पस्सदि जाणदि णाणेण दव्वपज्जाया । सम्मेण य सदृहदि य परिहरदि चरित्तजे दोसे ।। १८ ।।
सम्यग्दर्शनेन पश्यति जानाति ज्ञानेन द्रव्यपर्यायान् । सम्यक्त्वेन च श्रदृधाति च परिहरति चारित्रजान् दोषान् ।। १८ ।।
દેખે દરશથી, જ્ઞાનથી જાણે દ૨વ-પર્યાયને, સમ્યક્ત્વથી શ્રદ્ધા કરે, ચારિત્રદોષો ૫રિહરે. ૧૮.
અર્થ:- આ આત્મા સમ્યગ્દર્શનથી તો સત્તામાત્ર વસ્તુને દેખે છે, સમ્યગ્નાનથી દ્રવ્ય અને પર્યાયોને જાણે છે, સમ્યક્ત્વથી દ્રવ્ય-પર્યાય સ્વરૂપ સત્તાવાન વસ્તુનું શ્રદ્ધાન કરે છે અને આ પ્રકારે દેખવું-જાણવું તથા શ્રદ્ધવું હોય ત્યારે ચારિત્ર અર્થાત્ આચરણમાં ઉત્પન્ન થતાં દોષોને છોડે છે.
૧ પાઠાન્તર. મિચ્છત્તા બુદ્ધિયોસેળ ૨ અજ્ઞાનમોમલે અજ્ઞાન અને મોહના દોષ વડે મલિન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com