________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬
(અષ્ટપાહુડ
ते रोया वि य सयला सह्यिा ते परवसेण पुव्वभवे। एवं सहसि महाजस किं वा बहुएहिं लविएहिं।। ३८ ।।
ते रोगा अपि च सकलाः सोढास्त्वया परवशेण पूर्वभवे। एवं सहसे महायशः। किं वा बहुभिः लपितैः।। ३८।।
એ રોગ પણ સઘળા સહ્યા તે પૂર્વભવમાં પરવશે; તું સહી રહ્યો છે આમ, યશધ૨; અધિક શું કહીએ તને? ૩૮.
અર્થ- હે મહાયશ! હે મુને! તે પૂર્વોક્ત સર્વ રોગોને પૂર્વ ભવોમાં તો પરવશ સહ્યાં છે, એ પ્રમાણે ફરી પણ સહન કરશે. વધુ કહેવાથી શું?
ભાવાર્થ:- આ જીવ પરાધીન થઈને સર્વ દુઃખ સહે છે. પરંતુ જો જ્ઞાનભાવના કરે તો દુઃખ આવતાં તેનાથી આકુળ-વ્યાકુળ ન થાય. આ પ્રમાણે સ્વવશ સહન કરે તો કર્મનો નાશ કરીને મુક્ત થઈ જાય. આ પ્રમાણે જાણવું જોઈએ. ૩૮
હવે કહે છે કે અપવિત્ર ગર્ભવાસમાં પણ રહ્યો -
पित्तंतमुत्तफेफसकालिज्जयरुहिरखरिसकिमिजाले। उयरे वसिओ सि चिरं णवदसमासेहिं पत्तेहिं।। ३९ ।।
पित्तांत्रमूत्रफेफसयकृद्रुधिरखरिसकृमिजाले। उदरे उषितोऽसि चिरं नवदशमासैः प्राप्तेः।। ३९ ।।
મળ-મૂત્ર-શોણિત-પિત્ત-કરમ, બરોળ, યકૃત, આંત્ર જ્યાં ત્યાં માસ નવ-દશ તું વસ્યો બહુ વાર જનની-ઉદરમાં ૩૯
અર્થ:- હે મુને! તું આ પ્રકારના મલિન અપવિત્ર ઉદરમાં નવ માસ કે દશ માસ રહ્યો. કેવું છે ઉદર? જેમાં પિત્ત અને આંતરડાથી વીંટળાયેલું, મૂત્રનું સ્રવણ, ફેફસ અર્થાત્ લોહી વિના મેદ ફૂલી જાય, કાળજું, લોહી, અપકવ મળથી ભળેલું લોહી, શ્લેષ્મ અને કૃમિજાળ અર્થાત્ લટ આદિ જીવોનો સમૂહુ-એ બધું મળી આવે છે. આ રીતે સ્ત્રીના ઉદરમાં ઘણીવાર રહ્યો. ૩૯
ફરી આ વાત કહે છે -
૧ શોણિત = લોહી. ૨ કરમ = કૃમિ. ૩ યકૃત = કલેજું. ૪ આંત્ર = આંતરડાં.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com