________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૫૫
હવે ક્ષેત્રને પ્રધાન કરીને કહે છે:
तेयाला तिण्णि सया रज्जूणं लोयखेत्त परिमाणं। मुत्तूणट्ठ पएसा जत्थण दुरुढुल्लिओ जीयो।। ३६ ।।
त्रिचत्वारिंशत् त्रीणि शतानि रज्जूनां लोकक्षेत्र परिमाणं। मुक्त्वाऽष्टौ प्रदेशान् यत्र न भ्रमितः जीवः।। ३६ ।।
ત્રણશત-અધિક ચાળીશ-ત્રણ રજુપ્રમિત આ લોકમાં તજી આઠ કોઈ પ્રદેશના, પરિભ્રમિત નહિ આ જીવ જ્યાં. ૩૬
અર્થ:- આ લોક ત્રણસો તેતાલીસ રાજૂ પરિમાણ ક્ષેત્રમાં છે. તેની વચ્ચે મેરૂપર્વતની નીચે ગાયના સ્તનના આકારે આઠ પ્રદેશ છે તેમને છોડીને એકય પ્રદેશ એવો નથી રહ્યો કે જ્યાં આ જીવ જભ્યો અને મર્યો ન હોય.
ભાવાર્થ:- “ટુરૂટુલ્લિઓ” આ પ્રકારે પ્રાકૃતમાં ભ્રમણ અર્થના ધાતુનો આદેશ છે, અને ક્ષેત્ર પરાવર્તનમાં મેરૂની નીચે આઠ પ્રદેશ લોકની મધ્યમાં છે તેમને છોડી જીવ પોતાના પ્રદેશોના મધ્યદેશ ઉપજે છે. ત્યાંથી ક્ષેત્ર પરાવર્તનનો પ્રારંભ કરવામાં આવે છે. તેથી તેમને ફરીને ભ્રમણમાં ગણતાં નથી. ૩૬ (જુઓ:- ગોમટ્ટ જીવ કાંડ ગાથા પ૬૦ પૃષ્ઠ ર૬૬, મૂલાચાર અ. ૯ ગાથા ૧૪ પૃ. ૪૨૮.).
હવે આ જીવ શરીર સહિત ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે, તે શરીરમાં રોગ થાય છે તેમની સંખ્યા ગણાવે છે:
एक्केक्कंगुलि बाही छण्णवदी होंति जाण मणुयाणं। अवसेसे य सरीरे रोया भण कित्तिया भणिया।।३७।।
एकैकांगुलौ व्याधयः षण्णयतिः भवंति जानीहि मनुष्यानां। अवशेषे च शरीरे रोगा: भण कियन्त: भणिताः।। ३७।।
પ્રત્યેક અંગુલ છનું જાણો રોગ માનવ દેહમાં; તો કેટલા રોગો, કહો, આ અખિલ દેહ વિષે, ભલા! ૩૭
અર્થ - આ મનુષ્યના શરીરમાં એક-એક આંગળી જેટલી જગ્યામાં છન્ને છન્ન રોગ હોય છે ત્યારે કહો કે બાકીના સમસ્ત શરીરમાં કેટલા રોગ હશે? ૩૭
હવે કહે છે કે જીવ! તે રોગોનું દુઃખ તે સહ્યું છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com