________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪
(અષ્ટપાહુડ
અહીં આશય આ પ્રકારે છે કે દ્રવ્યલિંગ છે તે ભાવલિંગનું સાધન છે. પરંતુ "કાળલબ્ધિ-શુદ્ધાત્માની સન્મુખ પરિણામ-સ્વસંવેદન જ્ઞાનની પ્રાપ્તિ વિના દ્રવ્યલિંગ ધારણ કરવા છતાં પણ ભાવલિંગની પ્રાપ્તિ થતી નથી. તેથી દ્રવ્યલિંગ (મુનિપણું ) નિષ્ફળ જાય છે. આ પ્રમાણે મોક્ષમાર્ગમાં પ્રધાન ભાવલિંગ જ છે. અહીં કોઈ કહે કે આ પ્રમાણે છે તો મુનિપણું પહેલાં શા માટે ધારણ કરે? તેને કહે છે કે આ રીતે માને તો વ્યવહારનો લોપ થાય છે. માટે આ પ્રકારે માનવું કે દ્રવ્યલિંગ પહેલાં ધારણ કરવું પરંતુ આમ ન જાણવું કે આનાથી સિદ્ધિ છે. ભાવલિંગને મુખ્ય માનીને તેની સન્મુખ ઉપયોગ રાખવો, દ્રવ્યલિંગને યત્નપૂર્વક સાધવું, આ પ્રકારનું શ્રદ્ધાન સારૂં છે. ૩૪
હવે પુદ્ગલ દ્રવ્યને મુખ્ય કરીને ભ્રમણ કહે છેઃ
पडिदेससमयपुग्गल आउग परिणामणामकालटुं। गहिउज्झियाई बहुसो अणंतभवसायरे जीव।। ३५।।
प्रतिदेशसमयपुद्गलायुः परिणामनामकालस्थम्। गृहीतोज्झितानि बहुशः अनन्तभवसागरे जीवः ।। ३५ ।।
પ્રતિદેશ-પુગલ-કાળ-આયુષ-નામ-પરિણામસ્થ તે બહુશઃ શરીર ગ્રહ્યાં-તજ્યાં નિ:સીમ ભવસાગર વિષે. ૩૫
અર્થ:- આ જીવે આ અનંત અપાર ભવસમુદ્રમાં લોકાકાશના જેટલા પ્રદેશો છે તેટલા સમયે સમયે અને પર્યાયના આયુપ્રમાણ કાળ અને પોતાનું જેવું યોગ કષાયનું પરિણમન સ્વરૂપ પરિણામ અને જેવી ગતિ-જાતિ આદિ નામકર્મના ઉદયથી થયેલ નામ અને કાળ જેવા કે ઉત્સર્પિણી-અવસર્પિણી તેમાં પુદ્ગલના પરમાણુરૂપ સ્કંધ તેમને બહુ જ વાર-અનંતવાર ગ્રહણ કર્યા અને છોડ્યાં.
ભાવાર્થ- ભાવલિંગ વિના લોકમાં જેટલા પુદ્ગલ સ્કંધ છે તે સર્વને જ ગ્રહણ કર્યા અને છોડ્યાં તોપણ મુક્તિ ન થઈ. ૩૫
૧ કાળલબ્ધિ = સ્વ સમય-નિજ સ્વરૂપ પરિણામની પ્રાપ્તિ (આમાવલોકન ગા. ૯). ૨ કાળલબ્ધિનો અર્થ સ્વકાળની પ્રાપ્તિ છે. ૩ “ “યાય નીવ: ગામ ભાષય: નારિ लब्धिरूपमध्यात्म भाषया शुद्धात्माभिमुखं परिणामरूपं स्वसंवेदनज्ञानं लभते.. ...
અર્થ:- જ્યારે આજીવ આગમ ભાષાથી કાળાદિ લબ્ધિને પ્રાપ્ત કરે છે તથા અધ્યાત્મભાષાથી શુદ્ધાત્માની સન્મુખ પરિણામ સ્વસંવેદન જ્ઞાનને પ્રાપ્ત કરે છે.'' (પંચાસ્તિકાય ગાથા ૧૫૦-૫૧ જયસેનાચાર્ય ટીકા) ૪ વિશેષ માટે જુઓ મોક્ષમાર્ગ પ્રકાશક અ-૯, ૫ બહુશ : અનેકવાર. ૬ પાઠાન્તર:- નીવો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com