________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૪૩
હવે ફરી કહે છે કે આ પ્રકારના ગર્ભવાસથી નીકળીને જન્મ લઈ અનેક માતાનું દૂધ
પીધું
पीओ सि थणच्छीरं अणंतजम्मंतराइ जणणीणं। अण्णाण्णाण महाजस सायरसलिलादु अहिययरं।।१८।।
पीप्तोऽसि स्तनक्षीरं अनंतजन्मांतराणि जननीनाम्। अन्यासामन्यासां महायश! सागरसलिलात् अधिकतरम्।।१८।।
જન્મો અનંત વિષે અરે! જનની અનેરી અનેરીનું સ્તનદૂધ તેં પીધું મહાયશ!ઉદધિજળથી અતિ ઘણું. ૧૮
અર્થ:- હે મહાયશ! તેં પૂર્વોક્ત ગર્ભવાસમાં અન્ય-અન્ય જન્મમાં અન્ય-અન્ય માતાના સ્તનનું દૂધ તે સમુદ્રના જળથી પણ અતિશય અધિક પીધું છે.
ભાવાર્થ:- જન્મ-જન્મમાં અન્ય-અન્ય માતાનાં સ્તનનું દૂધ એટલું પીધું છે કે તેને એકઠું કરે તો સમુદ્રના જળથી પણ અતિશય અધિક થઈ જાય. અહીં અતિશયનો અર્થ અનંતગણો જાણવો. કેમકે અનંત કાળનું એકત્ર કરેલું દૂધ અનંતગણું થઈ જાય છે. ૧૮
હવે ફરી કહે છે કે જન્મ લઈને મરણ પામ્યો ત્યારે માતાના રડવાથી આંસુઓનું પાણી પણ એટલું થયું -
तुह मरणे दुक्श्येणं अण्णण्णाणं अणेयजणणीणं। रुण्णाण णयणणीरं सायरसलिलादु अहिययरं।। १९ ।।
तव मरणे दुःखेन अन्यासामन्यासां अनेकजननीनाम्। रुदितानां नयननीरं सागरसलिलात् अधिकतरम्।।१९।।
તુજ મરણથી દુઃખાર્ત બહુ જનની અનેરી અનેરીનાં નયનો થકી જળ જે વહ્યાં તે ઉદધિજળથી અતિ ઘણાં. ૧૯
અર્થ:- હે મુને ! તું માતાના ગર્ભમાં રહી જન્મ લઈને મૃત્યુ પામ્યો, તે તારા મરણથી અન્ય-અન્ય જન્મમાં અન્ય-અન્ય માતાના રૂદનથી નયનોનાં નીર એકત્ર કરીએ તો સમુદ્રના જળથી પણ અતિશય અધિક અર્થાત અનંતગણું થઈ જાય. ૧૯
૧ ઉદધિજળ = સમુદ્રનું પાણી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com