________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૪
(અષ્ટપાહુડ
હવે ફરી કહે છે કે સંસારમાં જેટલા જન્મ લીધા તેમાં વાળ, નખ, નાળ કપાયા તેને એકઠાં કરીએ તો મેરથી પણ અધિક ઢગલો થઈ જાય:
भयसायरे अणंते छिण्णुज्झिय केसणहरणालट्ठी। पुंजइ जइ को वि जए हयदि य गिरिसमधिया रासी।।२०।।
भवसागरे अनन्ते छिन्नोज्झितानि केशनखरनालास्थीनि। पुञ्जयति यदि कोऽपि देवः भवति च गिरिसमाधिक: राशिः।।२०।।
નિઃસીમ ભવમાં વ્યક્ત તુજ નખ-નાળ-અસ્થિ-કેશને સુર કોઈ એકત્રિત કરે તો ગિરિઅધિક રાશિ બને. ૨૦
અર્થ - હે મુને ! આ અનંત સંસારસાગરમાં જન્મ લીધો તેમાં વાળ, નખ, નાળ અને અસ્થિ કપાયાં, તૂટ્યાં તેમને જો કોઈ દેવ એકઠાં કરી ઢગલો કરે તો મેરૂપર્વતથી પણ અધિક ઢગલો થઈ જાય-અનંતગણો થઈ જાય. ૨૦
હવે કહે છે કે હે આત્મ! તું જલ-સ્થળ આદિ સ્થાનોમાં બધી જગ્યાએ રહ્યો છે:
जलथलसिहिपवणंवरगिरिसरिदरितरुवणाइ सवत्त्थ। वसिओ सि चिरं कालं तिहुवणमज्झे अणप्पयसो।।२१।। जलस्थलशिखिपवनांबरगिरिसरिहरीतरुवनादिषु सर्वत्र। उषितोऽसि चिरं कालं त्रिभुवनमध्ये अनात्मवशः।।२१।।
જલ-થલ-અનલ-પવને, નદીનગિરિ-આભ-વન-વૃક્ષાદિમાં વણ આત્મવશતા ચિર વસ્યો સર્વત્ર તું ત્રણ ભુવનમાં. ૨૧
અર્થ - હે જીવ! તું જળમાં, થલ અર્થાત્ ભૂમિમાં, શિખિ અર્થાત્ અગ્નિમાં, પવનમાં, અંબર અર્થાત્ આકાશમાં, ગિરિ અર્થાત્ પર્વતમાં, સરિત્ અર્થાત્ નદીમાં, દરી અર્થાત્ પર્વતની ગુફામાં, તરૂ અર્થાત્ વૃક્ષોમાં, વનોમાં અને અધિક શું કહેવું! સર્વ સ્થાનોમાં ત્રણે લોકમાંઅનાત્મવશ અર્થાત્ પરાધીન થઈને ઘણા કાળ સુધી રહ્યો અર્થાત નિવાસ કર્યો.
ભાવાર્થ- નિજ શુદ્ધાત્માની ભાવના વિના કર્મને આધીન થઈને ત્રણે લોકમાં સર્વ દુઃખ સહિત સર્વત્ર નિવાસ કર્યો. ર૧.
૧ ગિરિ અધિક રાશિ = પર્વતથી પણ વધુ મોટો ઢગલો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com