________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨
(અષ્ટપાહુડ
મદમસ્ત ને આસક્ત ચાર પ્રકારની વિકથા મહીં, "બહુશઃ કુદેવત્વ લાધું તે, અશુભ ભાવે પરિણમી. ૧૬
અર્થ:- હે જીવ! તું ચાર પ્રકારની વિકથામાં આસક્ત બનીને મદથી મત્ત અને જેને અશુભ ભાવનાનું જ પ્રગટ પ્રયોજન છે એવા પ્રકારનો થઈને અનેક વાર કુદેવપણાને પામ્યો.
ભાવાર્થ- સ્ત્રીકથી, ભોજનકથા, દેશકથા અને રાજકથા-આ ચાર વિકથાઓમાં આસક્ત થઈને ત્યાં પરિણામને લગાવી તથા જાતિ આદિ આઠ મદોમાં ઉન્મત્ત થઈ એવી અશુભ ભાવનાનું જ પ્રયોજન ધારણ કરી અનેકવાર નીચ દેવપણાને પ્રાપ્ત થઈ ત્યાં માનસિક દુ:ખ પામ્યો.
અહીં આ વિશેષ જાણવા જેવું છે કે વિકથાદિકથી તો નીચ દેવ પણ નથી થતો. પરંતુ અહીં મુનિને ઉપદેશ છે કે આવું મુનિપદ ધારણ કરી કંઈક તપશ્ચરણાદિક પણ કરે અને મુનિ વેષમાં વિકથાદિમાં રચ્યોપચ્યો રહે ત્યારે નીચ દેવપણું પામે છે-આ પ્રકારે જાણવું. ૧૬
હવે કહે છે કે આવી કુદેવયોનિ પામીને ત્યાંથી ચવીને જે મનુષ્ય-તિર્યંચ થયો ત્યાં ગર્ભમાં આવે તેની આ પ્રકારે વ્યવસ્થા છે.
असुईबीहत्थेहि य कलिमलबहुलाहि गब्भवसहीहि। वसिओ सि चिरं कालं अणेयजणणीय मुणिवयर।।१७।।
अशुचिबीभत्सासु य कलिमलबहुलासु गर्भवसतिषु। उषितोऽसि चिरं कालं अनेकजननीनां मुनिप्रवर!।।१७।। હે મુનિપ્રવર! તું ચિર વસ્યો બહુ જનનીના ગર્ભોપણે નિકૃષ્ટમળભરપૂર, અશુચિ, બીભત્સ ગર્ભાશય વિષે. ૧૭
અર્થ:- હે મુનિપ્રવર! તું કુદેવયોનિથી ચ્યવીને અનેક માતાઓના ગર્ભની વસતિમાં ઘણો કાળ રહ્યો. કેવી છે તે વસતિ? અશુચિ અર્થાત્ અપવિત્ર છે, બીભત્સ છે અને તેમાં કલિમળ ઘણો છે અર્થાત્ પાપરૂપ મલિન મળની અધિકતા છે.
ભાવાર્થ:- અહીં મુનિપ્રવર એવું સંબોધન છે, તે મુખ્યપણે મુનિઓને ઉપદેશ છે. જે મુનિપદ લઈ મુનિઓમાં મુખ્ય કહેવડાવે અને શુદ્ધાત્મરૂપ નિશ્ચય ચારિત્રસમ્મુખ ન હોય તેને કહે છે કે, બાહ્ય દ્રવ્યલિંગ ઘણીવાર ધારણ કરીને પણ ચાર ગતિઓમાં જ ભ્રમણ કર્યું. દેવ પણ થયો તો ત્યાંથી ચ્યવીને આ પ્રકારના મલિન ગર્ભવાસમાં આવ્યો, ત્યાં પણ અનેક વાર રહ્યો. ૧૭
૧ બહુશ = અનેક વાર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com