________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨૩૧
બૌદ્ધમતિ સર્વથા ક્ષણસ્થાયી માને છે તેનો નિષેધ છે. “દર્શન-જ્ઞાન ઉપયોગસહિત” કહેવાથી સાંખ્યમતી જ્ઞાન રહિત ચેતના માત્ર માને છે નૈયાયિક, વૈશેષિક ગુણગુણીનો સર્વથા ભેદ માનીને જ્ઞાનને અને જીવને સર્વથા ભેદ માને છે; બૌદ્ધમતનો એક ભેદ “વિજ્ઞાનાતવાદી” જ્ઞાન માત્ર જ માને છે અને વેદાંતી જ્ઞાનનું કાંઈ નિરૂપણ જ કરતા નથી–આ બધાનો નિષેધ છે.
આ પ્રમાણે સર્વજ્ઞનું કહેલું જીવનું સ્વરૂપ જાણીને પોતાને એવો માનીને શ્રદ્ધા, રુચિ, પ્રતીતિ કરવી જોઈએ. જીવ કહેવાથી અજીવ પદાર્થ પણ જાણી શકાય છે. અજીવ ન હોય તો જીવ નામ કયાંથી હોત? તેથી અજીવનું સ્વરૂપ કહ્યું છે તેવું જ તેનું શ્રદ્ધાન આગમ અનુસાર કરવું. આ પ્રકારે અજીવ પદાર્થનું સ્વરૂપ જાણીને અને આ બન્નેના સંયોગથી અન્ય આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ-એ ભાવોની પ્રવૃત્તિ હોય છે. તેમનું આગમ અનુસાર સ્વરૂપ જાણીને શ્રદ્ધાન કરવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. –આ પ્રમાણે જાણવું જોઈએ. ૧૪૮
હવે કહે છે કે આ જીવ “જ્ઞાન-દર્શન ઉપયોગમયી” છે, પરંતુ અનાદિ પૌદ્ગલિક કર્મના સંયોગથી તેને જ્ઞાન-દર્શનની પૂર્ણતા થતી નથી. તેથી અલ્પ જ્ઞાન દર્શન અનુભવમાં આવે છે અને તેમાં પણ અજ્ઞાનના નિમિત્તથી ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિરૂપ રાગ-દ્વેષ-મોહ ભાવ દ્વારા જ્ઞાનદર્શનમાં કલુપતારૂપ સુખ-દુ:ખાદિક ભાવ અનુભવમાં આવે છે. આ જીવ નિજ ભાવનારૂપ સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય છે ત્યારે જ્ઞાન-દર્શન-સુખ-વીર્યના ઘાતક કર્મોનો નાશ કરે છે એમ દર્શાવે છે –
दंसणणाणावरणं मोहणियं अंतराइयं कम्म। णिट्ठवइ भविय जीवो सम्मं जिणभावणाजुत्तो।। १४९ ।।
दर्शन ज्ञानावरणं मोहनीयं अन्तरायकं कर्म। निष्ठापयति भव्यजीवाः सम्यक् जिनभावनायुक्तः ।। १४९ ।।
"દગજ્ઞાનઆવૃતિ, મોહ તેમજ અંતરાયક કર્મને સમ્યપણે જિનભાવનાથી ભવ્ય આત્મા ક્ષય કરે. ૧૪૯
અર્થ:- સભ્યપ્રકારે જિન ભાવનાવાળા ભવ્ય જીવ છે. તે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય-આ ચાર ઘાતિયા કર્મોનું નિષ્ઠાપન કરે છે અર્થાત્ સંપૂર્ણ અભાવ કરે
ભાવાર્થ:- દર્શનનો ઘાતક દર્શનાવરણ કર્મ છે, જ્ઞાનનો ઘાતક જ્ઞાનાવરણ કર્મ છે,
૧ દગજ્ઞાનઆવૃતિ = દર્શનાવરણ ને જ્ઞાનાવરણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com