________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩ર
(અષ્ટપાહુડ
સુખનો ઘાતક મોહનીય કર્મ છે અને વીર્યનો ઘાતક અંતરાય કર્મ છે, આ સર્વેનો નાશ કોણ કરે છે? સમ્યક પ્રકારે જિનભાવના ભાવીને અર્થાત જિનઆજ્ઞા માનીને જીવ-અજીવ આદિ તત્ત્વોનો યથાર્થ નિશ્ચય કરી શ્રદ્ધાવાન થયો હોય તે જીવ કરે છે. માટે જિનઆજ્ઞા માનીને યથાર્થ શ્રદ્ધાન કરો-આ ઉપદેશ છે. ૧૪૯
હવે કહે છે કે આ ઘાતિયા કર્મોનો નાશ થતાં “અનંત ચતુષ્ટય' પ્રગટ થાય છે
बलसोक्खणाणदंसण चत्तारि वि पायडा गुणा होति। णढे घाइयउक्के लोयालोयं पयासेदि।। १५० ।।
बल सौख्य ज्ञानदर्शनानि चत्वारोऽपि प्रकटागुणाभवंति। नष्टे घातिचतुष्के लोकालोकं प्रकाशयति।। १५०।।
ચઉઘાતિનાશે જ્ઞાન-દર્શન-સૌખ્ય-બળ ચારે ગુણો "પ્રાકટ્ય પામે જીવને, પરકાશ લોકાલોકનો. ૧૫૦
અર્થ:- પૂર્વોક્ત ચાર ઘાતિયા કર્મોનો નાશ થવાથી અનંત જ્ઞાન-દર્શન-સુખ અને બળ (વીર્ય) –એ ચાર ગુણ પ્રગટ થાય છે. જ્યારે જીવના આ ગુણોની પૂર્ણ નિર્મળ દશા પ્રગટ થાય છે ત્યારે લોકાલોકને પ્રકાશિત કરે છે.
ભાવાર્થ- ઘાતિયા કર્મોનો નાશ થવાથી અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય-આ અનંત ચતુર્ય પ્રગટ થાય છે. અનંત દર્શન-જ્ઞાનથી છ દ્રવ્યોથી ભરેલા આ લોકમાં અનંતાનંત જીવોને, તેમનાથી પણ અનંતાનંતગુણા પુગલોને તથા ધર્મ-અધર્મ-આકાશએ ત્રણ દ્રવ્ય અને અસંખ્યાત કાલાણું-આ સર્વે દ્રવ્યોની અતીત, અનાગત અને વર્તમાનકાળ સંબંધી અનંત પર્યાયોને ભિન્નભિન્ન એક સમયમાં સ્પષ્ટ દેખે છે અને જાણે છે. અનંત સુખથી અત્યંત તૃપ્તિરૂપ છે અને અનંત શક્તિ દ્વારા કોઈ પણ નિમિત્તથી અવસ્થા પલટતી (બદલતી) નથી. આવા અનંત ચતુટ્યરૂપ જીવનો નિજસ્વભાવ પ્રગટ થાય છે. માટે જીવના સ્વરૂપનું એવા પરમાર્થથી શ્રદ્ધાન કરવું તે જ સમ્યગ્દર્શન છે. ૧૫૦
હવે, જેમને અનંત ચતુર્ય પ્રગટ થાય છે તેમને પરમાત્મા કહે છે તેમના અનેક નામ છે તેમાંથી કેટલાક પ્રગટ કરી કહે છે –
णाणी सिव परमेट्ठी सव्वण्हू विण्हू चउमुहो बुद्धो। अप्पो वि य परमप्पो कम्मविमुक्को य होइ फुडं।। १५१।।
૧ પ્રાકય = પ્રગટપણું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com