________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨૩૩
ज्ञानी शिवः परमेष्ठी सर्वज्ञः विष्णुः चतुर्मुखः बुद्धः। आत्मा अपि च परमात्मा कर्मविमुक्तः च भवति स्फुटम्।। १५१ ।।
તે જ્ઞાની, શિવ, પરમેષ્ઠી છે, વિષ્ણુ, ચતુર્મુખ, બુદ્ધ છે, આત્મા તથા પરમાતમા, સર્વજ્ઞ, કર્મવિમુક્ત છે. ૧૫૧
અર્થ:- પરમાત્મા જ્ઞાની છે, શિવ છે, પરમેષ્ઠી છે, સર્વજ્ઞ છે, વિષ્ણુ છે, ચતુર્મુખ બ્રહ્મા છે. બદ્ધ છે. આત્મા છે. પરમાત્મા છે અને કર્મ રહિત છે એમ સ્પષ્ટ જાણો.
ભાવાર્થ - “જ્ઞાની” કહેવાથી સાંખ્યમતી જ્ઞાન રહિત ઉદાસીન ચૈતન્ય માત્ર માને છે તેનો નિષેધ છે. “શિવ' છે અર્થાત્ સર્વ કલ્યાણોથી પરિપૂર્ણ છે. જેમ સાંખ્યમતી, નૈયાયિક અને વૈશેષિક માને છે તેમ નથી. “પરમેષ્ઠી” છે અર્થાત્ પરમ (ઉત્કૃષ્ટ) પદમાં સ્થિત છે અથવા ઉત્કૃષ્ટ ઇષ્ટત્વ સ્વભાવ છે. જેમ અન્યમતી કેટલાક પોતાનું ઇષ્ટ કંઈ માનીને તેને પરમેષ્ઠી કહે છે તેમ નથી. “સર્વજ્ઞ છે અર્થાત્ સર્વ લોકાલોકને જાણે છે અન્ય કેટલાક કોઈ એક પ્રકરણ સંબંધી બધી વાત જાણતા હોય તેને પણ સર્વજ્ઞ કહે છે એમ નથી. “વિષ્ણુ” છે અર્થાત્ જેનું જ્ઞાન સર્વ જ્ઞયોમાં વ્યાપક છે. અન્યમતી વેદાંતી આદિ કહે છે કે બધા પદાર્થોમાં પોતે છે, તો એવું નથી.
“ચતુર્મુખ” કહેવાથી કેવળી અરહંતના સમવસરણમાં ચાર મુખ ચારે દિશાઓમાં દેખાય છે એવો અતિશય છે, તેથી ચતુર્મુખ કહેવાય છે અન્યમતી બ્રહ્માને ચતુર્મુખ કહે છે એવા બ્રહ્મા કોઈ નથી. “બુદ્ધ' છે અર્થાત્ સર્વના જ્ઞાતા છે. બૌદ્ધમતી ક્ષણિકને બુદ્ધ કહે છે તેમ નથી. આત્મા” છે. તે પોતાના સ્વભાવમાં જ નિરંતર પ્રવર્તે છે. અન્યમતી વેદાંતી સર્વમાં પ્રવર્તતા એવા આત્માને માને છે તેમ નથી. “પરમાત્મા' છે અર્થાત્ આત્માનું પૂર્ણરૂપ અનંત ચતુર્ય તેમને પ્રગટ થઈ ગયું છે તેથી પરમાત્મા છે. કર્મ એટલે આત્માના સ્વભાવના ઘાતક ઘાતિયા કર્મથી રહિત થઇ ગયા છે તેથી કર્મવિમુક્ત” છે. અથવા કાંઈ કરવા જેવું કાર્ય ન રહ્યું તેથી પણ કર્મવિમુક્ત છે. સાંખ્યમતી, નૈયાયિક સદા સર્વદા કર્મ રહિત માને છે તેમ નથી.-આ પ્રમાણે પરમાત્માના સાર્થક નામ છે. અન્યમતી પોતાના ઇષ્ટનું નામ એક જ કહે છે. તેમના સર્વથા એકાંતિક અભિપ્રાય દ્વારા અર્થ બગડે છે, માટે યથાર્થ નથી. અરહંતના આ નામો નય વિવેક્ષાથી સત્યાર્થ છે એવું જાણો. ૧૫૧
હવે આચાર્ય કહે છે કે એવા દેવ મને ઉત્તમ બોધિ આપે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com