________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૬
(અષ્ટપાહુડ
હવે સંક્ષેપથી ઉપદેશ કરે છે:
भावसवणो वि पावइ सुक्खाइं दुहाई दव्वसवणो य। इय णाउं गुणदोसे भावेण संजुदो होइ।।१२७।।
भावश्रमणः अपि प्राप्नोति सुखानि दुःखानि द्रव्यश्रमणश्च । इति ज्ञात्वा गुणदोषान् भावेन च संयुतः भव।।१२७।।
રે! ભાવશ્રમણ સુખો લહે ને દ્રવ્યમુનિ દુઃખો લહે; તું ભાવથી સંયુક્ત થા, ગુણદોષ જાણી એ રીતે. ૧૨૭
અર્થ:- ભાવશ્રમણ તો સુખોને પામે છે અને દ્રવ્ય શ્રમણ દુઃખો પામે છે. આ પ્રકારે ગુણ-દોષોને જાણીને હે જીવ! તું ભાવ સહિત સંયમી બન.
ભાવાર્થ:- સમ્યગ્દર્શન સહિત ભાવ શ્રમણ થવાય છે. તે સંસારનો અભાવ કરીને સુખ પામે છે અને મિથ્યાત્વ સહિત દ્રવ્ય શ્રમણ વેષમાત્ર હોય છે. તે સંસારનો અભાવ કરી શકતો નથી તેથી દુઃખ પામે છે. માટે ઉપદેશ કરે છે કે બન્નેનાં ગુણ-દ્વેષ જાણીને ભાવ સંયમી બનવું યોગ્ય છે. આ બધા ઉપદેશનો સાર છે. ૧૨૭
હવે ફરી પણ આનો જ ઉપદેશ અર્થરૂપ સંક્ષેપથી કહે છે:
तित्थयरगणहराई अब्भुदयपरंपराई सोक्खाई। पावंति भावसहिया संखेवि जिणेहिं वज्जरियं ।। १२८ ।।
तीर्थंकरगणधरादीनि अभ्युदयपरंपराणि सौख्यानि। प्राप्नुवंति भावश्रमणाः संक्षेपेण जिनैः भणितम्।। १२८ ।।
“તીર્થેશ-ગણનાથાદિગત અભ્યદયયુત સૌખ્યો તણી, પ્રાપ્તિ કરે છે ભાવમુનિ;-ભાખ્યું જિને સંક્ષેપથી. ૧૨૮
અર્થ - જે ભાવસહિત મુનિ છે તે અભ્યદય સહિત તીર્થંકર-ગણધર આદિ પદવીના સુખો પામે છે-આ સંક્ષેપથી કહ્યું છે.
ભાવાર્થ:- તીર્થકર, ગણધર, ચક્રવર્તી આદિ પદોનું સુખ ઘણા અભ્યદય સહિત હોય છે, તેમને ભાવસહિત સમ્યગ્દષ્ટિ મુનિ પામે છે. આ સર્વ ઉપદેશ સંક્ષેપથી કહ્યો છે. તેથી ભાવસતિ મુનિ થવું યોગ્ય છે. ૧૨૮
૧ તીર્થેશ - ગણનાથાદિગત = તીર્થંકર-ગણધરાદિ સંબંધી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com