________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
શીલપાહુડ)
૩૪૩
सीलगुणमंडिदाणं देवा भवियाण वल्लहा होति। सुदपारयपउरा णं दुस्सीला अप्पिला लोए।।१७।। शीलगुणमंडितानां देवा भव्यानां वल्लभा भवंति।। श्रुतपारग प्रचुराः णं दुःशीला अल्पकाः लोके।।१७।। રે! શીલગુણમંડિત ભવિકના દેવ વલ્લભ હોય છે;
લોકે કુશીલ જનો, ભલે શ્રુતપારગત હો, તુચ્છ છે. ૧૭ અર્થ:- જે ભવ્ય પ્રાણી શીલ અને સમ્યગ્દર્શનાદિ ગુણો અથવા શીલરૂપ ગુણ વડે વિભૂષિત છે તેને દેવ પણ વલ્લભ થાય છે તેની સેવા કરવાવાળા સહાયક હોય છે. તથા શ્રુતમાં પારંગત-અગિયાર અંગના અભ્યાસી ઘણા છે, પણ તેમાં કેટલાક શીલગુણ રહિત છે ને દુઃશીલ છે, વિષય કષાયોમાં આસક્ત છે તો તે લોકમાં અલ્પકા એટલે ન્યૂન છે. તે મનુષ્યને પણ પ્રિય હોતા નથી, તો દેવ સહાયક કયાંથી હોય?
ભાવાર્થ:- ઘણાં શાસ્ત્રો જાણે, પણ વિષયાસક્ત હોય તેને કોણ સહાયક થાય? ચોર અને અપરાધીને લોકમાં કોઈ મદદ કરતું નથી. પરંતુ શીલગુણ ધારણ કરેલ હોય અને જ્ઞાન થોડું હોય તો પણ ઉપકારી દેવ મદદ કરે છે, તો મનુષ્ય તો સહાયક થાય જ ને! શીલગુણવાન બધાને પ્રિય હોય છે. ૧૭
હવે કહે છે કે જેને શીલ છે, સુશીલ છે તેમનું મનુષ્ય ભવમાં જીવવું સફળ છે, સાર્થક
सव्वे वि य परिहीणा रुपविरुवा वि पडिदसुवया वि। सीलं जेसु सुसीलं सुजीविदं माणुसं तेसिं।। १८ ।। सर्वेऽपि च परिहीनाः रुपविरुपा अपि पतित सवयसोऽपि। शीलं येषु सुशीलं सुजीविदं मानुष्यं तेषाम्।।१८।। સૌથી ભલે હો હીન, રૂપવિરૂપ, યૌવનભ્રષ્ટ હો,
‘માનુષ્ય તેનું છે *સુજીવિત, શીલ જેનું સુશીલ હો. ૧૮ અર્થ:- જે સર્વ મનુષ્યોમાં હીન છે, કુળ આદિમાં સંપત્તિથી ન્યૂન-હલકો છે, રૂપમાં કુરૂપ છે-સુંદર રૂપવાળા નથી, “પતિતસુવયસઃ' અર્થાત્ અવસ્થાથી સુંદર નથી-વૃદ્ધ થઈ ગયા છે. પરંતુ જેનામાં શીલ-સુશીલ છે, સ્વભાવ ઉત્તમ છે, કષાયાદિકની તીવ્ર આસક્તિ નથી તેમનું મનુષ્યપણું સુજીવિત છે, જીવવું સફળ છે.
૧. હીન = હીણા; (અર્થાત કુળાદિ બાહ્ય સંપત્તિની અપેક્ષાએ હલકા) ૨. રૂપવિરૂપ = રૂપે વિરૂપ; રૂપ અપેક્ષાએ કુરૂપ. ૩. માનુષ્ય = મનુષ્યપણું; મનુષ્યજીવન. ૪. સુજીવિત = સારી રીતિ જીવાયેલું; પ્રશંસનીયપણે-સફળપણે જીવવામાં આવેલું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com