________________
૩૪૨
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
હો રૂપશ્રી ગર્વિત, ભલે લાવણ્ય યૌવન કાન્તિ હો, માનવ જન્મ છે નિષ્પ્રયોજન શીલગુણવર્જિત તણો. ૧૫
અર્થ:- જે મનુષ્ય યુવાવસ્થામાં છે, ઘણાને પ્રિય લાગે એવા લાવણ્ય-સુંદર રૂપ સહિત છે. શરીરની કાંતિ-પ્રભાવથી શોભે છે, એવા સુંદર રૂપ, લક્ષ્મી, સંપદા આદિ વડે ગર્વિત મદોન્મત્ત રહે છે પરંતુ તે જો શીલ તથા સમકિત આદિ ગુણથી રહિત હોય તો તેનો મનુષ્ય જન્મ નિરર્થક છે.
ભાવાર્થ:- મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને શીલ રહિત છે, વિષયોમાં આસક્ત રહે છે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ગુણોથી રહિત છે અને યૌવન અવસ્થામાં શરીરની લાવણ્યતા, કાંતિરૂપ (સુંદર ) ધન, સંપદા પ્રાપ્ત કરીને તેના ગર્વથી મદોન્મત્ત રહે છે તો તેણે મનુષ્ય જન્મ નિષ્ફળ ખોયો. મનુષ્ય જન્મમાં સમ્યગ્દર્શનાદિકને અંગીકાર કરવા અને શીલ, સંયમ પાળવા યોગ્ય હતા તે તો અંગીકાર કર્યા નહિ ત્યારે તે નિષ્ફળ જ ગયો.
એવું પણ બતાવ્યું છે કે પહેલી ગાથામાં કુમત-કુશાસ્ત્રની પ્રશંસા કરવાવાળાનું જ્ઞાન નિરર્થક કહ્યું હતું. તેવી જ રીતે અહીં રૂપાદિકનો મદ કરે તો એ પણ મિથ્યાત્વનું ચિહ્ન છે. જે મદ કરે તેને મિથ્યાદષ્ટિ જ જાણવો તથા લક્ષ્મી, રૂપ, યૌવન, કાંતિવાન હોય અને શીલરહિત વ્યભિચારી હોય તો તેની લોકમાં નિંદા જ થાય છે. ૧૫
હવે કહે છે કે ઘણાં શાસ્ત્રોનું જ્ઞાન હોવા છતાં પણ શીલ જ ઉત્તમ છેઃ
वायरण छंद वइसेसियववहारणायसत्थेसु। वेदेऊण सुदेसु य तेसु सुयं उत्तम शीलं ।। १६ ।।
(અષ્ટપાહુડ
व्याकरणछन्दो वैशेषिकव्यवहारन्यायशास्त्रेषु। विदित्वा श्रुतेषु च तेषु श्रुतं उत्तमं शीलम् ।। १६ ।।
વ્યાકરણ, છંદો, ન્યાય, વૈશેષિક વ્યવહારાદિનાં, શાસ્ત્રો તણું હો જ્ઞાન તોપણ શીલ ઉત્તમ સર્વમાં, ૧૬
અર્થ:- વ્યાકરણ, છંદ, વૈશેષિક વ્યવહાર, ન્યાયશાસ્ત્ર આદિ તથા શ્રુત એટલે જિનાગમ-એ સર્વને જાણે છતાં જો શીલ હોય તો ઉત્તમ છે.
ભાવાર્થ:- વ્યાકરણાદિ શાસ્ત્રો જાણે અને જિનાગમને પણ જાણે તો પણ સર્વમાં ઉત્તમ તો શીલ જ છે. શાસ્ત્રોનું જ્ઞાન હોય છતાં વિષયોમાં જો આસક્ત છે તો શાસ્ત્રોનું જાણવું વૃથા છે, ઉત્તમ નથી. ૧૬
હવે કહે છે કે જે શીલગુણથી સહિત છે તે દેવોને પણ પ્રિય છેઃ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com