________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૮
(અષ્ટપાહુડી
અર્થ:- માયા (કપટ) રૂપી વેલ જે મોહરૂપી મહા વૃક્ષ પર ચઢેલી છે તથા વિષયરૂપી વિષના ફૂલોથી ફૂલી રહી છે તેને મુનિ જ્ઞાનરૂપી શસ્ત્રથી સમસ્તપણે (સંપૂર્ણપણે ) કાપી નાખે છે અર્થાત નિઃશેષ કરી દે છે.
ભાવાર્થ - આ માયા કષાય ગૂઢ છે. એનો વિસ્તાર પણ ઘણો છે, -મુનિઓ સુધી ફેલાય છે. તેથી જે મુનિ જ્ઞાનથી તેને કાપી નાખે છે તે જ સાચા મુનિ છે, તે જ મોક્ષ પામે છે.
૧૫૮
હવે ફરી તે મુનિઓનું સામર્થ્ય કહે છે.
मोहमयगारवेहिं य मुक्का जे करुणभावसंजुत्ता। ते सव्वदुरियखंभं हणंति चारित्तखग्गेण ।। १५९ ।। मोहमदगारवैः च मुक्ताः ये करुणभावसंयुक्ताः। ते सर्वदुरितस्तंभं घ्नंति चारित्रखड्गेन।। १५९ ।।
મદ-મોહ-ગારવમુક્ત ને જે યુક્ત કરૂણાભાવથી, સઘળા દુરિતરૂપ થંભને 'ઘાતે ચરણ-ત૨વા૨થી. ૧૫૯
અર્થ:- જે મુનિ મો-મદ–ગારવથી રહિત છે અને કરૂણાભાવ સહિત છે તે જ ચારિત્રરૂપી ખગથી પાપરૂપી સ્તંભને હણે છે અર્થાત્ મૂળમાંથી કાપી નાખે છે.
ભાવાર્થ- પરદ્રવ્ય પ્રત્યેના મમત્વભાવને “મોહ” કહે છે. “મદ' જાતિ આદિ પરદ્રવ્યના સંબંધથી ગર્વ થવાને “મદ' કહે છે. “ગારવ” ત્રણ પ્રકારના છે :- (૧) ઋદ્ધિ ગારવ, (૨) શાત ગારવ અને (૩) રસગારવ. જે કંઈ તપોબળથી પોતાનું મહંતપણે લોકોમાં હોય તેનો પોતાને મદ આવે, તેમાં હર્ષ માને તે “ઋદ્ધિગારવ' છે. પોતાના શરીરમાં રોગાદિક ઉત્પન્ન ન થાય તો સુખ માને તથા પ્રમાદયુક્ત થઈને પોતાનું મોટાપણું માને તે “શાત ગારવ” છે. જો મિષ્ટ-પુષ્ટ રસમય આહારાદિક મળે તો તેના નિમિત્તથી પ્રમત્ત થઈને શયનાદિક કરે તે રસગારવ' છે. મુનિ આ પ્રકારના ગારવથી તો રહિત છે અને પર જીવોની કરૂણાથી સહિત છે. એવું નથી કે પરજીવોથી મોટું મમત્વ નથી તેથી નિર્ભય બનીને તેને મારે છે, પરંતુ જ્યાં સુધી રાગ અંશ રહે છે ત્યાંસુધી પર જીવોની કરૂણા જ કરે છે-ઉપકાર બુદ્ધિ રહે છે. આ પ્રકારે જ્ઞાની મુનિ પાપ જે અશુભકર્મ તેનો ચારિત્રના બળથી નાશ કરે છે. ૧૫૯
હવે કહે છે કે જે આ પ્રકારે મૂળગુણ અને ઉત્તરગુણોથી યુક્ત મુનિ છે તે જિનમતમાં શોભા પામે છે:
૧ દુરિત = દુષ્કર્મ, પાપ. ૨ ઘાતે = નાશ કરે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com