________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૨
(અષ્ટપાહુડ
ભાવાર્થ:- આ ભાવપાહુડ ગ્રંથ સર્વજ્ઞની પરંપરાથી અર્થ લઈને આચાર્ય કહ્યો છે. તેથી સર્વજ્ઞનો જ ઉપદેશ છે. કેવળ છમસ્થનો જ કહેલ નથી. માટે આચાર્ય પોતાનું કર્તુત્વ મુખ્ય કરીને કહ્યું નથી. આ શાસ્ત્ર વાંચવા અને સાંભળવાનું ફળ મોક્ષ કહ્યું છે તે યુક્ત જ છે. શુદ્ધભાવથી મોક્ષ થાય છે અને તેને વાંચવાથી શુદ્ધભાવ થાય છે.
(નોંધ:- અહીં સ્વાશ્રયી નિશ્ચયમાં શુદ્ધતા કરે તો નિમિત્તમાં શાસ્ત્ર વાંચનાદિ વ્યવહારથી નિમિત્ત કારણ-પરંપરા કારણ-કહેવાય. અનુપચાર-નિશ્ચય વિના ઉપચાર-વ્યવહાર કેવો ?)
આ પ્રકારે આ શાસ્ત્રનું વાંચન, શ્રવણ, ધારણા અને ભાવના કરવી એ પરંપરા મોક્ષનું કારણ છે. તેથી હું ભવ્યજીવો! આ ભાવપાહુડને વાંચો, સાંભળો, સંભળાવો, ભાવો અને નિરંતર અભ્યાસ કરો, જેથી ભાવની શુદ્ધિ થાય અને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની પૂર્ણતાને પામી મોક્ષ પ્રાપ્ત કરો. તથા ત્યાં પરમાનંદરૂપ શાશ્વત સુખ ભોગવો. ૧૬૫
આ પ્રમાણે શ્રી કુન્દકુન્દ્રાચાર્યે ભાવપાહુડ ગ્રંથ પૂર્ણ ડ્ય.
આ ગ્રંથનો સંક્ષેપ આ પ્રમાણે છે. જીવ નામની વસ્તુનો એક અસાધારણ શુદ્ધ અવિનાશી ચેતનાસ્વભાવ છે. તેની શુદ્ધ ને અશુદ્ધ બે પરિણતિ છે. શુદ્ધ દર્શન-જ્ઞાનોપયોગરૂપ પરિણમન શુદ્ધ પરિણતિ છે અને તેને શુદ્ધભાવ કહે છે. કર્મના નિમિત્તથી રાગ-દ્વેષ મોહાદિક વિભાવરૂપ પરિણમવું તે “અશુદ્ધપરિણતિ' છે ને તેને અશુદ્ધ ભાવ કહે છે. કર્મનું નિમિત્ત અનાદિથી છે, તેથી અશુદ્ધ ભાવરૂપે અનાદિથી જ પરિણમન કરી રહ્યો છે. આ અશુદ્ધભાવથી શુભ-અશુભ કર્મનો બંધ થાય છે. આ બંધના ઉદયથી ફરી શુભ કે અશુભભાવરૂપ (અશદ્ધભાવરૂપ) પરિણમન થાય છે. આ રીતે અનાદિથી પરંપરા ચાલી આવે છે. જ્યારે ઇષ્ટ દેવાદિકની ભક્તિ, જીવોની દયા, ઉપકાર ને મંદકષાયરૂપ પરિણમન કરે છે ત્યારે તો શુભકર્મનો બંધ થાય છે. તેના નિમિત્તથી દેવાદિક પર્યાય પામીને કંઈક સુખી થાય છે. જ્યારે તીવ્ર વિષયકષાયના પરિણામરૂપ પરિણમન કરે છે ત્યારે પાપનો બંધ થાય છે. તેના ઉદયથી નરકાદિ પર્યાય પામીને દુઃખી થાય છે.
આ પ્રકારે સંસારમાં અશુદ્ધ ભાવથી અનાદિ કાળથી આ જીવ ભ્રમણ કરે છે. જ્યારે કોઈ કાળ એવો આવે કે જેમાં જિનેશ્વરદેવ સર્વજ્ઞ વીતરાગના ઉપદેશની પ્રાપ્તિ થાય અને તેનું શ્રદ્ધાન, રુચિ, પ્રતીતિ, આચરણ કરે ત્યારે સ્વ અને પરનું ભેદજ્ઞાન કરીને શુદ્ધ-અશુદ્ધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com