________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨૪૩
ભાવનું સ્વરૂપ જાણીને પોતાના હિત-અહિતનું શ્રદ્ધાન રુચિ, પ્રતીતિ આચરણ થાય ત્યારે શુદ્ધ દર્શન-શાનમથી શુદ્ધ ચેતના પરિણમનને હિત જાણે, તેનું ફળ સંસારની નિવૃત્તિ છે તેને જાણે અને અશુદ્ધભાવનું ફળ સંસાર છે, તેને જાણે, ત્યારે શુદ્ધભાવના ગ્રહણનો અને અશુભભાવના ત્યાગનો ઉપાય કરે. ઉપાયનું સ્વરૂપ જેવું સર્વજ્ઞ વીતરાગના આગમમાં કહ્યું છે તેવું કરે.
તેનું સ્વરૂપ નિશ્ચય-વ્યવહારાત્મક સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સ્વરૂપ મોક્ષમાર્ગ કહ્યો છે. શુદ્ધસ્વરૂપના શ્રદ્ધાન, -જ્ઞાન, –ચારિત્રને “નિશ્ચય' કહ્યો છે અને જિનદેવ સર્વજ્ઞ વીતરાગ તથા તેના વચન અને તે વચનો અનુસાર પ્રવર્તવાવાળા મુનિ-શ્રાવક તેમની ભક્તિ, વંદના, વિનય, વૈયાવૃત્ય કરવા તે “વ્યવહાર” છે. કેમકે આ મોક્ષમાર્ગમાં પ્રવર્તાવવા માટે ઉપકારી છે. ઉપકારીનો ઉપકાર માનવો એ ન્યાય છે, ઉપકાર લોપવો એ અન્યાય છે. સ્વરૂપનું સાધન અહિંસા આદિ મહાવ્રત તથા રત્નત્રયરૂપ પ્રવૃત્તિ, સમિતિ, ગુપ્તિરૂપ પ્રવર્તવું અને તેમાં દોષ લાગે તો પોતાની નિંદા-ગÚદિક કરવી, ગુરુઓએ આપેલું પ્રાયશ્ચિત લેવું, શક્તિ અનુસાર તપ કરવું, પરિષહુ સહેવાં, દશલક્ષણ ધર્મમાં પ્રવર્તવું-ઇત્યાદિ શુદ્ધાત્માને અનુકૂળ ક્રિયારૂપ પ્રવર્તવું. તેમાં કંઈક રાગનો અંશ રહે છે ત્યાંસુધી શુભકર્મનો બંધ હોય છે, તોપણ તે મુખ્ય નથી કેમકે તેમાં પ્રવર્તવાવાળાની શુભકર્મના ફળની ઇચ્છા હોતી નથી, તેથી અબંધતુલ્ય છે-ઇત્યાદિ આગમોક્ત પ્રવૃત્તિ વ્યવહાર મોક્ષમાર્ગ છે. તેમાં પ્રવૃત્તિરૂપ પરિણામ છે તોપણ નિવૃત્તિપ્રધાન છે. માટે નિશ્ચય મોક્ષમાર્ગમાં વિરોધ નથી.
આ પ્રકારે નિશ્ચય-વ્યવહાર સ્વરૂપ મોક્ષમાર્ગનો સંક્ષેપ છે. આને જ શુદ્ધભાવ કહ્યો છે. તેમાં પણ સમ્યગ્દર્શનને મુખ્ય કહ્યું છે, કેમકે સમ્યગ્દર્શન વિના સઘળો વ્યવહાર મોક્ષનું કારણ નથી અને સમ્યગ્દર્શનના વ્યવહારમાં જિનદેવની ભક્તિ મુખ્ય છે. આ સમ્યગ્દર્શનને બતાવનારૂં મુખ્ય ચિહ્ન છે. તેથી જિનભક્તિ નિરંતર કરવી અને જિનઆજ્ઞા માનીને આગમમાં જણાવ્યા પ્રમાણે પ્રવર્તવું એ શ્રીગુરુનો ઉપદેશ છે. અન્ય-જિન આજ્ઞા સિવાય-સઘળા કુમાર્ગ છે, તેમનો સંગ છોડવો. આ પ્રકારે કરવાથી આત્મકલ્યાણ થાય છે.
૧ શુદ્ધભાવનું નિરૂપણ બે પ્રકારથી કર્યું છે જેવી રીતે મોક્ષમાર્ગ બે નથી પરંતુ તેનું નિરૂપણ બે પ્રકારથી છે, તેવી જ રીતે શુદ્ધભાવને જ્યાં બે પ્રકારનો કહ્યો છે ત્યાં નિશ્ચયનયથી અને વ્યવહારનયથી કહ્યો છે એમ સમજવું જોઈએ. નિશ્ચય સમ્યગ્દર્શનાદિ છે તેને જ વ્યવહાર માન્ય છે અને તેને જ નિરતિચાર વ્યવહાર રત્નત્રયાદિમાં વ્યવહારથી “શુદ્ધત્વ” અથવા “શુદ્ધ સંપ્રયોગત્વ” નો આરોપ આવે છે. જેને વ્યવહારમાં “શુદ્ધભાવ' કહ્યો છે. તેને જ નિશ્ચય અપેક્ષાએ અશુદ્ધ કહ્યો છે-વિરૂદ્ધ કહ્યો છે, પરંતુ વ્યવહારનયથી વ્યવહાર વિરૂદ્ધ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com