________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૬
(અષ્ટપાહુડી
કર્યા છે તે યોગ્ય છે. જ્યાં જેવું પ્રકરણ ત્યાં તેની યોગ્યતા. અહીં ભાવ-મોક્ષ તો અરિહંતને છે અને દ્રવ્ય-ભાવ બન્ને પ્રકારના મોક્ષ સિદ્ધ પરમેષ્ઠીને છે. તેથી બન્નેને નમસ્કાર જાણો. ૧ હવે આ પ્રકારે નમસ્કાર કરી ગ્રંથ કરવાની પ્રતિજ્ઞા કરે છે –
णमिऊण य तं देवं अणंतवरणाणदंसणं सुद्धं । वोच्छं परमप्पाणं परमपयं परम जोईणं ।।२।। नत्वा च तं देवं अनंतवरज्ञानदर्शनं शुद्धम्। वक्ष्ये परमात्मानं परमपदं परमयोगिनाम्।।२।।
તે દેવને નમી અમિત-વ-દગજ્ઞાનધરને શુદ્ધને, કહું પરમપદ-પરમાતમા પ્રકરણ પરમયોગીન્દ્રને. ૨
અર્થ:- આચાર્ય કહે છે કે તે પૂર્વોક્ત દેવને નમસ્કાર કરી, પરમાત્મા કે જે ઉત્કૃષ્ટ શુદ્ધ આત્મા છે તેને, પરમ યોગીશ્વર જે ઉત્કૃષ્ટ યોગ્ય ધ્યાનના કરવાવાળા મુનિરાજોને માટે કહીશ. કેવા છે પૂર્વોક્ત દેવ? જેમણે અનંત અને શ્રેષ્ઠ જ્ઞાન-દર્શન પ્રાપ્ત કર્યું છે, વિશુદ્ધ છે, કમળથી રહિત છે અને જેનું પદ પરમ ઉત્કૃષ્ટ છે.
ભાવાર્થ:- આ ગ્રંથમાં મોક્ષ જે કારણથી પ્રાપ્ત થાય અને જેવું મોક્ષપદ છે તેનું વર્ણન કરશે. તેથી તે રીતે, તેની જ પ્રતિજ્ઞા કરી છે. યોગીશ્વરોને માટે કહેશે, એનો આશય એ છે કે એવા મોક્ષપદને શુદ્ધ પરમાત્માના ધ્યાન દ્વારા પ્રાપ્ત કરાય છે. તે ધ્યાનની યોગ્યતા યોગીશ્વરોને જ મુખ્યતાથી પ્રાપ્ત થતી જોવામાં આવે છે, ગૃહસ્થોને આ ધ્યાન મુખ્ય નથી. ૨
હવે કહે છે કે જે પરમાત્માને કહેવાની પ્રતિજ્ઞા કરી છે તેને યોગી-ધ્યાની મુનિ જાણીને તેનું ધ્યાન કરીને પરમ પદને પ્રાપ્ત કરે છે:
जं जाणिऊण जोई जोअत्थो जोइऊण अणवरयं। अव्वाबाहमणंतं अणोवमं लहइ णिव्वाणं ।।३।। यत् ज्ञात्वा योगी योगस्थः द्रष्ट्वा अनवरतम्। अव्याबाधमनंतं अनुपमं लभते निर्वाणम्।।३।। જે જાણીને યોગસ્થ યોગી, સતત દેખી જેહને, ઉપમાવિહીન અનંત અવ્યાબાધ શિવપદને લહે.
અર્થ:- હવે કહે છે કે પરમાત્માને જાણીને યોગી (મુનિ) યોગ (ધ્યાન) માં સ્થિર
૧ અમિત–વર = અનંત અને પ્રધાન.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com