________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૪૭
થઈને નિરંતર તે પરમાત્માને અનુભવગોચર કરીને નિર્વાણ (મોક્ષ) ને પ્રાપ્ત થાય છે. નિર્વાણ કેવું છે? અવ્યાબાધ છે-જ્યાં કોઈ પ્રકારની બાધા નથી. ‘અનંત’ –જેનો નાશ નથી. અનુપમ ” છે-જેને કોઈની ઉપમા લાગુ પડતી નથી.
ભાવાર્થ:- આચાર્ય કહે છે કે આવા પરમાત્માને આગળ કહીશું કે જેમનું ધ્યાન કરીને મુનિ નિરંતર અનુભવ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી નિર્વાણને પ્રાપ્ત કરે છે. અહીં આ તાત્પર્ય છે કે પરમાત્માના ધ્યાનથી મોક્ષ પમાય છે. ૩
હવે પરમાત્મા કેવા છે તે બતાવવા માટે આત્મા ત્રણ પ્રકારના વર્ણવે છે -
तिपयारो सो अप्पा परमंतर बाहिरो हु देहीणं। तत्थ परो झाइज्जइ अंतो वाएण चइवि बहिरप्पा।।४।।
त्रिप्रकार: स आत्मा परमन्त: बहि: स्फटं देहिनाम। तत्र परं ध्यायते अन्तरुपायेन त्यज बहिरात्मानम्।।४।।
તે આતમા છે પરમ-અંતર-બહિર ત્રણધા દેહીમાં; 'અંતર-ઉપાયે પરમને ધ્યાઓ, તજો બહિરાતમાં. ૪
અર્થ:- તે આત્મા પ્રાણીઓને ત્રણ પ્રકારનો હોય છે. (૧) અંતરાત્મા, (૨) બહિરાત્મા અને (૩) પરમાત્મા. અંતર આત્માના ઉપાય દ્વારા, બહિરાભપણું છોડીને પરમાત્માનું ધ્યાન કરવું જોઈએ.
ભાવાર્થ:- બહિરાત્મપણાને છોડી દઈ અંતરાત્મારૂપ થઈને પરમાત્માનું ધ્યાન કરવું જોઈએ, તેનાથી મોક્ષ પમાય છે. ૪
હવે ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ બતાવે છે:
अक्खाणि बाहिरप्पा अन्तरप्पा हु अप्पसंकप्पो। कम्मकलंकविमुक्को परमप्पा भण्णए देवो।।५।।
अक्षाणि बहिरात्मा अन्तरात्मा स्फुटं आत्मसंकल्पः। कर्मकलंक विमुक्त: परमात्मा भण्यते देवः।।५।।
૧ પરમ-અંતર-બહિર ત્રણધા = પરમાત્મા, અંતરાત્મા અને બહિરાત્મા-એમ ત્રણ પ્રકારે. ૨ અંતરઉપાયે = અંતરાત્મારૂપ સાધનથી; અંતરાત્મારૂપ જે પરિણામ તે પરિણામરૂપ સાધનથી. ૩ પરમને = પરમાત્માને.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com