________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭
(અષ્ટપાહુડ
મુજ જ્ઞાનમાં આત્મા ખરે, દર્શન-ચરિતમાં આતમા, પચખાણમાં આત્મા જ, સંવર-યોગમાં પણ આતમા. ૨૮
અર્થ - ભાવલિંગી મુનિ વિચારે છે કે મને “જ્ઞાન” ભાવ પ્રગટ છે. એમાં આત્માની જ ભાવના છે. “જ્ઞાન” કોઈ જુદી વસ્તુ નથી. “જ્ઞાન” છે તે આત્મા જ છે. આ રીતે જ “દર્શનમાં પણ આત્મા જ છે. જ્ઞાનમાં સ્થિર થવું તે “ચારિત્ર' છે. તેમાં પણ આત્મા જ છે. “પ્રત્યાખ્યાન' (શુદ્ધ નિશ્ચયનયના વિષયભૂત સ્વદ્રવ્યના આલંબનના બળથી) આગામી પરદ્રવ્યને સંબંધ છોડવાનો છે. આ ભાવમાં પણ આત્મા જ છે, જ્ઞાનરૂપ રહેવું અને પારદ્રવ્યના ભાવરૂપ ન પરિણમવું તે “સંવર” છે. આ ભાવમાં પણ મારો આત્મા જ છે અને “યોગ” નો અર્થ એકાગ્ર ચિતનરૂપ સમાધિ-ધ્યાન છે. આ ભાવમાં પણ મારો આત્મા જ છે.
ભાવાર્થ - જ્ઞાનાદિક કંઈ ભિન્ન પદાર્થ તો નથી, આત્માના જ ભાવ છે. સંજ્ઞા, સંખ્યા, લક્ષણ અને પ્રયોજનના ભેદથી ભિન્ન કહેવાય છે. ત્યાં અભેદદષ્ટિથી જુઓ તો આ સર્વે ભાવ આત્મા જ છે. તેથી ભાવલિંગી મુનિને અભેદ અનુભવમાં વિકલ્પ નથી. માટે નિર્વિકલ્પ અનુભવથી સિદ્ધિ છે. આમ જાણીને આ પ્રમાણે કરે છે. ૫૮
હવે આ જ અર્થને દઢ કરીને કહે છે -
અનુષ્ટ્રપ શ્લોક एगो मे सस्सदो अप्पा णाणदंसणलक्खणो। सेसा मे बाहिरा भावा सव्वे संजोगलक्खणा।। ५९ ।।
एक: मे शाश्वत: आत्मा ज्ञानदर्शनलक्षणः। શેષા: મે વાહ્યા: માવા: સર્વે સંયો નક્ષTI: ફૂા
મારો સુશાશ્વત એક દર્શનજ્ઞાનલક્ષણ જીવ છે; બાકી બધા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. પ૯
અર્થ:- ભાવલિંગી મુનિ વિચારે છે કે-જ્ઞાન-દર્શન લક્ષણરૂપ અને શાશ્વત અર્થાત્ નિત્ય એવો આત્મા છે તે જ એક મારો છે. શેષ (બાકીના) ભાવ છે તે મારાથી બાહ્ય છે. તે બધા જ સંયોગસ્વરૂપ છે, પરદ્રવ્ય છે.
ભાવાર્થ- જ્ઞાન-દર્શન સ્વરૂપ નિત્ય એક આત્મા છે, તે તો મારું રૂપ છે, એક સ્વરૂપ છે અને અન્ય પરદ્રવ્ય છે તે મારાથી બાહ્ય છે. સર્વે સંયોગસ્વરૂપ છે, ભિન્ન છે. આ ભાવના ભાવલિંગી મુનિને હોય છે. ૫૯
Please inform us of any errors on rajesh@AtmaDharma.com