________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૬૯
ભાવાર્થ- આત્માના સ્વાભાવિક પરિણામને ભાવ કહે છે. તે રૂપ લિંગ (ચિહ્ન), લક્ષણ તથા રૂપ હોય તે ભાવલિંગ છે. આત્મા અમૂર્તિક ચેતનારૂપ છે, તેનું પરિણામ દર્શન-જ્ઞાન છે. તેમાં કર્મના નિમિત્તથી (પરનો આશ્રય કરવાથી) બાહ્ય તો શરીરાદિક મૂર્તિક પદાર્થનો સંબંધ છે અને અંતરંગ મિથ્યાત્વ અને રાગદ્વેષ આદિ કષાયોના ભાવ છે. માટે કહે છે કે
બાહ્ય તો દેહાદિક પરિગ્રહથી રહિત અને અંતરંગ રાગાદિક પરિણામમાં અહંકારરૂપ માનકષાય, પરભાવોમાં પોતાપણું માનવું-એ ભાવથી રહિત થાય અને પોતાના દર્શન-જ્ઞાનરૂપ ચેતના ભાવમાં લીન થાય તે ભાવલિંગ છે. જેને આ પ્રકારના ભાવ હોય તે ભાવલિંગી સાધુ છે. ૫૬
હવે આ અર્થને સ્પષ્ટ કરે છે:
ममत्तिं परिवज्जामि णिम्ममत्तिमुवट्ठिदो। आलंबणं च मे आदा अवसेसाई वोसरे।। ५७ ।।
ममत्वं परिवर्जामि निर्ममत्वमुपस्थितः।
आलंबनं च मे आत्मा अवशेषानि व्युत्सृजामि।। ५७।। પરિવજું છું મમત્વ, નિર્મમ ભાવમાં સ્થિત હું રહું અવલંબું છું મુજ આત્મને, અવશેષ સર્વ હું પરિહરૃ. ૫૭
અર્થ:- ભાવલિંગી મુનિના ભાવ આ પ્રકારે હોય છે - હું પરદ્રવ્ય અને પરભાવોથી મમત્વ (પોતાના માનવા) ને છોડું છું અને મારો નિજભાવ મમત્વ રહિત છે તેને અંગીકાર કરી તેમાં સ્થિત થાઉં છું. હવે મને આત્માનું જ અવલંબન છે. બીજા બધા પરભાવોને છોડું છું.
ભાવાર્થ- સર્વ પરદ્રવ્યોનું આલંબન છોડીને પોતાના આત્મસ્વરૂપમાં સ્થિર થાય એવું ‘ભાવલિંગ” છે. પ૭
હવે કહે છે કે, જ્ઞાન, દર્શન, સંયમ, ત્યાગ, સંવર અને યોગ-આ ભાવ ભાવલિંગી મુનિને હોય છે. એ અનેક છે તો પણ આત્મા જ છે, માટે તેનાથી પણ અભેદનો અનુભવ કરે
आदा खु मज्झ णाणे आदा मे दंसणे चरित्ते य। आदा पच्चक्खाणे आदा मे संवरे जोगे।। ५८ ।।
आत्मा खलु मम ज्ञाने आत्मा मे दर्शने चरित्रे च। आत्मा प्रत्याख्याने आत्मा मे संवरे योगे।। ५८ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com