________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૭૧
હવે કહે છે કે જે મોક્ષની ઇચ્છા રાખે છે તે આ પ્રકારે આત્માની ભાવના કરે:
भावेह भवसुद्धं अप्पा सुविशुद्धणिम्मलं चेव। लहु चउगइ चइउणं जइ इच्छह सासयं सुक्खं ।। ६०।। भावय भावशुद्धं आत्मानं सुविशुद्धनिर्मलं चैव। लघु चतुर्गति च्युत्वा यदि इच्छसि शाश्वतं सौख्यम्।।६०।। તું શુદ્ધ ભાવે ભાવ રે! સુવિશુદ્ધ નિર્મળ આત્મને,
જો શીઘ્ર ચઉગતિમુક્ત થઈ ઇચ્છે સુશાશ્વત સૌખ્યને. ૬૦ અર્થ - હે મુનિજનો! જો ચાર ગતિરૂપ સંસારથી છૂટીને શીધ્ર શાશ્વત સુખરૂપ મોક્ષ તમે ઇચ્છતા હો તો જેવી રીતે થાય તેવી રીતે ભાવથી શુદ્ધ થઈને અતિશય વિશુદ્ધ નિર્મળ આત્માને ભાવો.
ભાવાર્થ- જો સંસારથી નિવૃત્ત થઈને મોક્ષ ઇચ્છતા હો તો દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મથી રહિત શુદ્ધ આત્માને ભાવો-એ પ્રમાણે ઉપદેશ છે. ૬૦
હવે કહે છે કે જે આત્માને ભાવે તે એના સ્વભાવને જાણીને જ ભાવે, અને તે જ મોક્ષ પામે છેઃ
जो जीवो भावंतो जीव सहावं सुभावसंजुत्तो। सो जरमरणविणासं कुणइ फुडं लहइ णिव्वाणं ।। ६१।। यः जीव: भावयन् जीवस्वभावं सुभावसंयुक्तः। स: जरामरणविनाशं करोति स्फुटं लभते निर्वाणम्।। ६१।। જે જીવ જીવસ્વભાવને ભાવે, સુભાવે પરિણમે,
*જર-મરણનો કરી નાશ તે નિશ્ચય લહે નિર્વાણને. ૬૧ અર્થ:- જે ભવ્ય પુરુષ જીવને ભાવતો, સારા ભાવથી યુક્ત થઈને, જીવના સ્વભાવને જાણીને ભાવે, તે જરા મરણનો વિનાશ કરી પ્રગટ નિર્વાણને પામે છે.
ભાવાર્થ:- “જીવ” એ નામ તો લોકમાં પ્રસિદ્ધ છે, પરંતુ એનો સ્વભાવ કેવો છે? એ પ્રમાણેનું યથાર્થ જ્ઞાન લોકોને નથી અને મતાંતરના દોષથી જીવનું સ્વરૂપ વિપરીત માની રહ્યા છે. જીવનું યથાર્થ સ્વરૂપ જાણીને ભાવના કરે છે તે સંસારથી નિવૃત્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરે છે.
૬૧
૧ સુભાવ = સારો ભાવ અર્થાત્ શુદ્ધભાવ. ૨ જ૨ = જરા, વૃદ્ધાવસ્થા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com