________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૯૨
(અષ્ટપાહુડ
બધા “આયત્તા” અર્થાત્ નિગ્રહને પ્રાપ્ત થયા છે અને પાંચ મહાવ્રત-જે અહિંસા, સત્ય, અસ્તેય (અચૌર્ય) બ્રહ્મચર્ય તથા અપરિગ્રહ (પરિગ્રહનો ત્યાગ)-એમને ધારણ કરનાર છે એવા મહામુનિ ઋષિરાજને “આયતન' કહે છે.
ભાવાર્થ:- પહેલાની ગાથામાં તો બાહ્ય સ્વરૂપ કહ્યું હતું. અહીં બાહ્ય-અભ્યતર બન્ને પ્રકારથી સંયમી હોય તે “આયતન” છે-એમ જાણવું. ૬
હવે ફરી કહે છે:
सिद्धं जस्स सदत्थं विसुद्धझाणस्स णाणजुत्तस्स। सिद्धायदणं सिद्धं मुणिवरवसहस्स मुणिदत्थं ।। ७।।
सिद्धं यस्य सदर्थं विशुद्धध्यानस्य ज्ञानयुक्तस्य। सिद्धायतनं सिद्धं मुनिवरवृषभस्य मुनितार्थम्।।७।।
સુવિશુદ્ધધ્યાની, જ્ઞાનયુત, જેને સુસિદ્ધ સદર્થ છે, મુનિવરવૃષભ તે મળરહિત સિદ્ધાયતન વિદિતાર્થ છે. ૭
અર્થ:- જે મુનિને સદર્થ અર્થાત્ સમીચીન અર્થ જે “શુદ્ધ આત્મા’ તે સિદ્ધ થઈ ગયો હોય તે “સિદ્ધાયતન” છે. કેવા છે મુનિ? જેમને વિશુદ્ધ ધ્યાન છે—ધર્મધ્યાનને સાધીને શુકલધ્યાનને પ્રાપ્ત થઈ ગયા છે, જ્ઞાન સહિત છે-કેવળજ્ઞાનને પ્રાપ્ત થઈ ગયા છે. ઘાતિકર્મરૂપ મળથી રહિત છે, તેથી મુનિઓમાં “વૃષભ” અર્થાત્ પ્રધાન છે, જેમણે સમસ્ત પદાર્થ જાણી લીધાં છે. આ પ્રકારે મુનિપ્રધાનને “સિદ્ધાયતન” કહે છે.
ભાવાર્થ:- આ રીતે ત્રણ ગાથામાં “આયતન' નું સ્વરૂપ કહ્યું. પહેલી ગાથામાં તો સંયમીનું સામાન્ય બાહ્યરૂપ મુખ્યતાથી કહ્યું. બીજી ગાથામાં અંતરંગ–બાહ્ય. બન્નેની શુદ્ધતારૂપ ઋદ્ધિધારી મુનિ ઋષીશ્વર કહ્યા. અને આ ત્રીજી ગાથામાં કેવળજ્ઞાની કે જે મુનિઓમાં પ્રધાન છે તેમને “સિદ્ધાયતન' કહ્યા છે. અહીં આ પ્રકારે જાણવું કે જે “આયતન” અર્થાત્ જેમાં વસે, નિવાસ કરે તેને આયતન કહે છે. તેથી ધર્મપદ્ધતિમાં જે ધર્માત્મા પુરુષને આશ્રય કરવા યોગ્ય હોય તે “ધર્માયતન” છે. આ પ્રમાણે મુનિ જ ધર્મના આયતન છે, બીજાં કોઈ વેષધારી, પાખંડી, વિષય-કષાયોમાં આસક્ત, પરિગ્રહધારી ધર્મના આયતન નથી. તથા જૈનમતમાં પણ જે સૂત્ર વિરૂદ્ધ પ્રવર્તે છે તે પણ આયતન” નથી. તે બધા “અનાયતન” છે. બૌદ્ધમતમાં પાંચ ઇન્દ્રિય, તેમના પાંચ વિષયો, એક મન, એક ધર્માયતન શરીર એવા બાર “આયતન' કહ્યા છે. તે કલ્પિત છે. તેથી અહીં જેવું “આયતન' કહ્યું છે તેવું જ માનવું, ધર્માત્માએ તેનો જ આશ્રય કરવો. અન્યની સ્તુતિ, પ્રશંસા, વિનયાદિક ન કરવાં. આ બોધ પાહુડ ગ્રંથ રચનાનો આશય
૧ સદર્થ = સત્ અર્થ. ૨ વિદિતાર્થ = જે સમસ્ત પદાર્થોને જાણે છે એવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com