________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
બોધપાહુડ )
૧૨૭
સુખ કયાંથી મળે? માટે આચાર્યે દયાળુ બનીને જેવું સર્વજ્ઞ કહ્યું છે તેવું જ આયતન આદિનું સ્વરૂપ સંક્ષેપથી યથાર્થ કહ્યું છે. આને વાંચો, ધારણ કરો અને તેની શ્રદ્ધા કરો. તથા તેને અનુસાર તદ્રય પ્રવૃત્તિ કરો. આ પ્રમાણે કરવાથી વર્તમાનમાં સુખી થાઓ અને આગામી કાળમાં સંસારના દુઃખોથી છૂટી પરમાનંદ સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરો. આ પ્રકારે આચાર્યના કહેવાનો અભિપ્રાય છે.
અહીં કોઈ પૂછે કે-આ બોધપાહુડમાં વ્યવહાર ધર્મની પ્રવૃત્તિના અગિયાર સ્થાન કહ્યા. તેનું વિશેષણ કર્યું કે-તે છકાયના જીવોનું હિત કરવાવાળા છે. અન્યમતી તેમને અન્યથા સ્થાપિત કરી પ્રવૃત્તિ કરે છે તે હિંસારૂપ છે અને જીવોનું હિત કરવાવાળા નથી. આજ અગિયાર સ્થાન સંયમી મુનિ અને અરિહંત, સિદ્ધના જ કહ્યા છે. તેઓ તો છ કાયના જીવોનું હિત કરવાવાળા જ છે, તેથી પૂજ્ય છે. આ તો સત્ય છે, અને તેઓ જ્યાં રહે છે એ આકાશના પ્રદેશરૂપ ક્ષેત્ર તથા પર્વતની ગુફા-વનાદિક તથા અકૃત્રિમ ચૈત્યાલય એ સ્વયમેવ બનેલા છે. તેમને પણ પ્રયોજન અને નિમિત્તે વિચારી ઉપચારમાત્રથી છ કાયના જીવોનું હિત કરવાવાળા કહ્યા તો તેમાં વિરોધ નથી. કેમકે એ પ્રદેશ જડ છે, તે બુદ્ધિપૂર્વક કોઈનું બૂરું-ભલું કરતા નથી. તથા જડને સુખ-દુઃખ આદિ ફળનો અનુભવ નથી. માટે તે પણ વ્યવહારથી પૂજ્ય છે. કેમકે અરિહંતાદિક જ્યાં રહે છે તે ક્ષેત્ર, નિવાસ આદિ પ્રશસ્ત છે. તેથી તે અરહંતાદિના આશ્રયથી તે ક્ષેત્રાદિક પણ પૂજ્ય છે. પ્રશ્ન - પરંતુ ગૃહસ્થ જિનમંદિર બનાવે, વસ્તિકા, પ્રતિમા બનાવે અને પ્રતિષ્ઠા પૂજા કરે તેમાં તો છ કાયના જીવોની વિરાધના થાય છે. માટે આ ઉપદેશ અને પ્રવૃત્તિની બાહુલ્યતા-કેવી રીતે છે?
આનું સમાધાન આ પ્રકારે છે કે-ગૃહસ્થ અરિહંત સિદ્ધ, મુનિઓના ઉપાસક છે. તેઓ જ્યાં સાક્ષાત્ હોય ત્યાં તો તેમની વંદના, પૂજા કરે જ છે, જ્યાં તેઓ સાક્ષાત્ ન હોય ત્યાં પરોક્ષ સંકલ્પ કરી વંદના, પૂજન કરે છે. તથા તેમનું રહેવાનું ક્ષેત્ર તથા તેઓ મુક્ત પામ્યા તે ક્ષેત્રમાં તથા અકૃત્રિમ ચૈત્યાલયમાં તેમનો સંકલ્પ કરી વંદના અને પૂજન કરે છે. આ અનુરાગ વિશેષ સૂચિત થાય છે. વળી તેમની મુદ્રા, પ્રતિમા તદાકાર બનાવે અને તેમનું મંદિર બનાવી પ્રતિષ્ઠા કરી સ્થાપિત કરે તથા નિત્ય પૂજન કરે તેમાં અત્યંત અનુરાગ સૂચિત થાય છે. આ અનુરાગથી વિશિષ્ટ પુણ્યબંધ થાય છે. અને તે મંદિરમાં છકાય જીવોની હિતની રક્ષાનો ઉપદેશ થતો હોય છે તથા નિરંતર સાંભળવાવાળા અને ધારણ કરવાવાળાને અહિંસા ધર્મની શ્રદ્ધા દઢ થાય છે. તથા તેમની તદાકાર પ્રતિમા જોવાવાળાને શાંત ભાવ થાય છે. ધ્યાનની મુદ્રાનું સ્વરૂપ જાણવામાં આવે છે અને વીતરાગ ધર્મથી અનુરાગ વિશેષ થવાથી પુણ્યબંધ થાય છે. તેથી તેમને પણ છકાયના જીવોનાં હિત કરવાવાળા ઉપચારથી કહેવાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com