________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮
(અષ્ટપાહુડ
જિનમંદિર, વસ્તિકા, પ્રતિમા બનાવવામાં તથા પૂજા-પ્રતિષ્ઠા કરવામાં આરંભ થાય છે. તેમાં કંઈક હિંસા પણ થાય છે. આવો આરંભ તો ગૃહસ્થનું કાર્ય છે. તેમાં ગૃહસ્થને અલ્પ પાપ કહ્યું છે. પણ ઘણું કહ્યું છે. કેમકે ગુહસ્થના પદમાં ન્યાયકાર્ય કરીને ન્યાયપૂર્વક ધન ઉપાર્જન કરવું, રહેવા માટે મકાન બંધાવવું, વિવાદિક કરવા અને યત્નપૂર્વક આરંભ કરી આહારાદિક સ્વયં બનાવવા તથા ભોજન કરવું ઇત્યાદિક કાર્યોમાં જો કે હિંસા થાય છે તો પણ ગૃહસ્થને એનું મહાપાપ કહેવામાં આવતું નથી. ગૃહસ્થને તો મહાપાપ મિથ્યાત્વનું સેવન કરવું, અન્યાય, ચોરી આદિથી ધન ઉપાર્જન કરવું, ત્રસજીવોને મારીને માંસ આદિ અભક્ષ્ય ખાવું અને પરસ્ત્રી સેવન કરવી એ મહાપાપ છે.
ગૃહસ્થાચાર છોડીને મુનિ થાય ત્યારે ગૃહના ન્યાયકાર્ય પણ મુનિ માટે અન્યાય જ છે. મુનિને પણ આહાર આદિની પ્રવૃત્તિમાં કંઈક હિંસા થાય છે તેથી મુનિને હિંસક કહેવામાં આવતા નથી. તેવી જ રીતે ગૃહસ્થને ન્યાયપૂર્વક પોતાના પદને યોગ્ય આરંભના કાર્યોમાં અલ્પ પાપ જ કહેવામાં આવે છે. તેથી જિનમંદિર, વસ્તિકા અને પૂજા-પ્રતિષ્ઠાના કાર્યોમાં આરંભનું અલ્પ પાપ છે. મોક્ષમાર્ગમાં પ્રવર્તવાવાળાઓથી અતિ અનુરાગ હોય છે અને તેમની પ્રભાવના કરે છે, તેમને આહાર-દાનાદિક આપે છે. અને તેમના વૈયાવૃત્યાદિ કરે છે. આ સમ્યકત્વના અંગો છે અને મહાન પુણ્યના કારણો છે. માટે ગૃહસ્થ સદાય કરવા યોગ્ય છે. અને ગૃહસ્થ થઈને આ કાર્ય ન કરે તો જણાય છે કે આને ધર્માનુરાગ વિશેષ નથી.
પ્રશ્ન:- ગૃહસ્થોને જેના વિના ચાલે નહિ એ પ્રકારનું કાર્ય તો કરવું જ પડે. પણ ધર્મપદ્ધતિમાં આરંભનું કાર્ય કરીને પાપ શા માટે વધારે ? સામાયિક, પ્રતિક્રમણ, પ્રોષધ આદિ કરીને પુણ્ય ન ઉપજાવે ? તેમને કહે છે કે-જો તમે આ પ્રકારે કહો તો તમારા પરિણામ તો આ જાતિના નથી. કેવળ બાહ્યક્રિયા માત્રથી જ પુણ્ય સમજો છો. પરંતુ બાહ્યમાં બહુ આરંભી પરિગ્રહનું મન સામાયિક, પ્રતિક્રમણ આદિ નિરારંભ કાર્યોમાં વિશેષરૂપથી લાગતું નથી એ અનુભવગમ્ય છે. તેને પોતાના ભાવોનો અનુભવ નથી. કેવળ બાહ્ય સામાયિકાદિ નિરારંભ કાર્યનો વેષ ધારણ કરીને બેસો તો કાંઈ વિશિષ્ટ પુણ્ય નથી. શરીરાદિ બાહ્ય વસ્તુ તો જડ છે, કેવળ જડની ક્રિયાનું ફળ તો આત્માને મળતું નથી. પોતાના ભાવ જેટલા અંશે બાહ્ય ક્રિયામાં લાગે તેટલા અંશે શુભાશુભ ફળ પોતાને મળે છે. આ પ્રકારે વિશિષ્ટ પુણ્ય તો ભાવોના અનુસાર છે.
આરંભી પરિગ્રહીના ભાવ તો પૂજા, પ્રતિષ્ઠાદિક અધિક આરંભમાં જ વિશેષ અનુરાગ સહિત લાગે છે. જે ગૃહસ્થ આચારના અધિક આરંભથી વિરક્ત થશે તો તેને ત્યાગીને પોતાનું પદ વધારશે. જ્યારે ગૃહસ્થાચારનો અધિક આરંભ છોડશે ત્યારે તે પ્રમાણે ધર્મપ્રવૃત્તિનો અધિક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com