________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૮
(અષ્ટપાહુડ
सग्गं तवेण सव्वो वि पावए तहिं वि झाणजोएण। जो पावइ सो पावइ परलोए सासयं सोक्खं ।।२३।। स्वर्गं तपसा सर्वः अपि प्राप्नोति किन्तु ध्यानयोगेन। यः प्राप्नोति सः प्राप्नोति परलोके शाश्वतं सौख्यम्।।२३।। તપથી લહે સુરલોક સૌ, પણ ધ્યાનયોગે જે લહે તે આતમાં પરલોકમાં પામે સુશાશ્વત સૌખ્યને. ૨૩
અર્થ - શુભરાગરૂપી તપ દ્વારા સ્વર્ગ તો બધા જ પામે છે, તથાપિ જે ધ્યાનના યોગથી સ્વર્ગ પામે છે તે જ ધ્યાનના યોગથી પરલોકમાં શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ-કામ-ક્લેશાદિક તપ તો બધા જ મતવાળા કરે છે, તે સર્વ તપસ્વી મંદ કષાયના નિમિત્તથી સ્વર્ગને પ્રાપ્ત કરે છે. પરંતુ જે ધ્યાન દ્વારા સ્વર્ગ પ્રાપ્ત કરે છે તે જિનમાર્ગમાં કહેલ ધ્યાનના યોગથી પરલોકને કે જેમાં શાશ્વત સુખ છે એવા નિર્વાણને પ્રાપ્ત કરે છે. ૨૩ હવે ધ્યાનના યોગથી મોક્ષ પ્રાપ્ત કરે છે તેને દષ્ટાંત-દષ્ટાંત દ્વારા દઢ કરે છે:
अइसोहणजोएण सुद्धं हेमं हवेइ जह तह य। कालाईलद्धीए अप्पा परमप्पओ हवदि।।२४।। अतिशोभनयोगेन शुद्धं हेमं भवति यथा तथा च। कालादिलब्ध्या आत्मा परमात्मा भवति।।२४।।
જ્યમ શુદ્ધતા પામે સુવર્ણ અતીવ શોભન યોગથી, આત્મા અને પરમાતમાં ત્યમ કાળ-આદિક લબ્ધિથી. ૨૪
અર્થ:- જેમ સુવર્ણપત્થર ભઠ્ઠીમાં અગ્નિથી તપાવતાં શુદ્ધ સુવર્ણ બને છે તેવી જ રીતે કાળ આદિ લબ્ધિ પાકતાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ સામગ્રીની પ્રાપ્તિથી આ આત્મા કે જે કર્મના સંયોગથી અશુદ્ધ છે તે જ પરમાત્મા બની જાય છે. ભાવાર્થ સુગમ છે. ૨૪
હવે કહે છે કે સંસારમાં વ્રત-તપથી સ્વર્ગ મળે છે. તે વ્રત-તપ સારાં છે, પરંતુ અવ્રતાદિકથી નરકાદિ ગતિ થાય છે તે અવ્રતાદિક શ્રેષ્ઠ નથીઃ
वर वय तवेहि सग्गो मा दुक्खं होउ णिरइ इयरेहिं। छाया तवट्ठियाणं पडिवालंताण गुरु भेयं ।। २५ ।।
૧ અતીત શોભન = અતિ સારા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com