________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૫૭
હવે આ અર્થને દષ્ટાંત દ્વારા દઢ કરે છે -
जो जाइ जोयणसयं दियहेणेक्के ण लेवि गुरुभारं। सो किं कोसद्धं पि हु ण सक्कए जाउ भुवणचले।।२१।। यः याति योजनशतं दिवसेनैकेन लात्वा गुरुभारम्। स किं कोशार्द्धमपि स्फुटं न शक्नोति यातुं भुवनतले।।२१।। બહુ ભાર લઈ દિન એકમાં જે ગમન સો યોજન કરે, તે વ્યક્તિથી ક્રોશાર્ધ પણ નવ જઈ શકાય શું ભૂતળે? ૨૧
અર્થ - જે પુરુષ ભારે વજન લઈને એક દિવસમાં સો યોજન ચાલી શકે તે આ પૃથ્વીતલ ઉપર અડધો ગાઉ ન ચાલી શકે? આ પ્રગટ-સ્પષ્ટ જાણો.
ભાવાર્થ:- જે પુરુષ ભારે વજન લઈને એક દિવસમાં સો યોજન ચાલી શકે તેને અર્થો ગાઉ ચાલવું તો અત્યંત સુગમ છે. આવી જ રીતે જિનમાર્ગમાં મોક્ષ પામનારને સ્વર્ગ પામવું તો અત્યંત સુગમ છે. ૨૧ હવે આ જ અર્થનું બીજું દષ્ટાંત કહે છે:
जो कोडिए ण जिप्पइ सुहडो संगामएहिं सव्वेहिं। सो किं जिप्पइ इक्किं णरेण संगामए सुहडो।।२२।। यः कोट्या न जीयते सुभट: संग्रामकैः सर्वैः। स किं जीयते एकेन नरेण संग्रामे सुभटः।।२२।। જે સુભટ હોય અજેય કોટિ નરોથી-સૈનિક સર્વથી,
તે વીર સુભટ જિતાય શું સંગ્રામમાં નર એકથી ? ૨૨ અર્થ:- જે કોઈ સુભટ સંગ્રામમાં બધા લડવાવાળા સાથે કરોડો મનુષ્યોને પણ સુગમતાથી જીતે છે તે સુભટ એક મનુષ્યને શું ન જીતે? અવશ્ય જ જીતે.
ભાવાર્થ- જે જિનમાર્ગમાં પ્રવર્તે છે તે કર્મનો નાશ કરે જ. તો શું સ્વર્ગને રોકવાવાળા એક પાપકર્મનો નાશ ન કરે? અવશ્ય કરે જ. ૨૨
હવે કહે છે કે સ્વર્ગ તો તપથી (શુભરાગરૂપી તપ દ્વારા) બધા જ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ ધ્યાનના યોગથી સ્વર્ગ પ્રાપ્ત કરે છે તે એ જ ધ્યાનના યોગથી મોક્ષ પણ પ્રાપ્ત કરે છે:
૧ કોશાઈ = અર્ધ કોસ; અર્ધો ગાઉ. ૨ અજેય = ન જીતી શકાય એવો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com