________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૬
(અષ્ટપાહુડી
કહેવાય છે. તેમના નામ તથા સ્વરૂપનું દર્શન, સ્મરણ, ધ્યાન, પૂજન, નમસ્કારથી અન્ય જીવોને શુભ પરિણામ થાય છે. તેથી પાપનો નાશ થાય છે–વર્તમાન વિષ્નનો વિલય થાય છે. આગામી પુણ્યનો બંધ થાય છે. તેથી સ્વર્ગાદિક શુભગતિ પામે છે. તેમની આજ્ઞાનુસાર પ્રવર્તવાથી પરંપરા એ સંસારથી નિવૃત્તિ પણ થાય છે. માટે એ પાંચ પરમેષ્ઠી સર્વે જીવોના ઉપકારી પરમ ગુરુ છે, સર્વે સંસારી જીવોથી પૂજ્ય છે. તેમના સિવાય અન્ય સંસારી જીવ રાગ-દ્વેષ-મોહાદિ વિકારોથી મલિન છે, તે પૂજ્ય નથી. તેને મહાનપણું, ગુરુપણું, પૂજ્યપણું નથી. પોતે જ કર્મોને વશ મલિન છે ત્યારે અન્યના પાપ તેમનાથી કેવી રીતે કપાય?
આ રીતે જિનમતમાં આ પાંચ પરમેષ્ઠીનું મહાનપણું પ્રસિદ્ધ છે અને ન્યાયના બળથી પણ એવું જ સિદ્ધ થાય છે. કેમકે જે સંસારના ભ્રમણથી રહિત હોય તેઓ જ અન્યના સંસારનું ભ્રમણ મટાડવાનું કારણ થાય છે. જેમકે જેની પાસે ધનાદિક વસ્તુ હોય તે જ બીજાને ધનાદિક આપે. અને પોતે દરિદ્રી હોય તો અન્યની દરિદ્રતા કેવી રીતે મટાડ? આ પ્રકારે જાણવું. જેમને સંસારના વિગ્ન-દુ:ખ મટાડવા હોય અને સંસારભ્રમણના દુઃખરૂપ જન્મ-મરણથી રહિત થવું હોય તેઓ અરહંતાદિક પંચપરમેષ્ઠીનો નામમંત્ર જપો તેમના સ્વરૂપનું દર્શન, સ્મરણ, ધ્યાન કરો. તેથી શુભ પરિણામ થઈને પાપનો નાશ થાય છે, સર્વે વિપ્નો ટળે છે, પરંપરાથી સંસારનું ભ્રમણ મટે છે, કમોનો નાશ થઈને મુક્તિની પ્રાપ્તિ થાય છે-એવો જિનમતનો ઉપદેશ છે. માટે ભવ્ય જીવોને અંગીકાર કરવા યોગ્ય છે.
અહીં કોઈ પ્રશ્ન કરે કે- અન્ય મતમાં બ્રહ્મા, વિષ્ણુ, શિવ આદિક ઇષ્ટ દેવ માને છે. તેમનાં પણ વિદ્ગો ટળતાં જોવામાં આવે છે. તથા તેમના મતમાં રાજાદિ મોટા-મોટા પુરુષો જોવામાં આવે છે. તેમનાં પણ તે ઇષ્ટ વિગ્નાદિકને મટાડવાવાળા છે. એ જ પ્રકારે તમારા પણ કહો છો. એમ કેમ કહો છો કે આ પંચપરમેષ્ઠી જ મહાન છે, અન્ય નથી?
તેને કહે છે કે હે ભાઈ ! જીવોને દુ:ખ તો સંસારભ્રમણનું છે અને સંસારભ્રમણનું કારણ રાગ-દ્વેષ-મોહાદિક પરિણામ છે. તથા રાગાદિક વર્તમાનમાં આકુળતામયી દુઃખસ્વરૂપ છે, તેથી એ બ્રહ્માદિક ઇષ્ટદેવ કહ્યા તેઓ તો રાગાદિક તથા કામ-ક્રોધાદિ યુક્ત છે. અજ્ઞાન તપના ફળથી કેટલાય જીવો સર્વ લોકમાં ચમત્કાર સહિત રાજાદિક મોટા પદ પામે છે. તેને લોકો મોટા માનીને બ્રહ્માદિકને ભગવાન કહેવા લાગી જાય છે અને કહે છે કે આ પરમેશ્વર બ્રહ્માનો અવતાર છે. તો એવું માનવાથી તો કંઈ મોક્ષમાર્ગી તથા મોક્ષરૂપ થવાતું નથી, સંસારી જ રહેવાય
એવા જ અન્ય દેવ સર્વ પદવાળા જાણવા. તેઓ પોતે જ રાગાદિકથી દુ:ખરૂપ છે, જન્મ-મરણ સહિત છે. તેઓ બીજાના સંસારનું દુ:ખ કેવી રીતે મટાડશે? તેમના મતમાં વિપ્નનું ટળવું અને રાજાદિક મોટા પુરુષ હોવાનું કહેવાય છે. ત્યાં તે જીવોએ પહેલાં કંઈક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com