________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૩૧૫
અધર્મ, આકાશ અને કાળ આ ચાર દ્રવ્યો તો એવા છે તેવા જ રહે છે. તેમનામાં વિકાર પરિણતિ નથી. જીવ-પુદ્ગલ દ્રવ્યને પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક ભાવથી વિભાવ પરિણતિ છે. એમાં પણ પુદ્ગલ તો જડ છે તેને વિભાવ પરિણતિનાં દુઃખ-સુખનું સંવેદન નથી. અને જીવ ચેતન છે, તેને સુખ-દુઃખનું સંવેદન છે.
જીવ અનંતાનંત છે. તેમનામાં કેટલાય તો સંસારી છે ને કેટલાય સંસારથી નિવૃત્ત થઈને સિદ્ધ થઈ ચૂક્યા છે. સંસારી જીવોમાં કેટલાય તો અભવ્ય છે તથા અભવ્યની સમાન છે. આ બન્ને જાતિના જીવો સંસારથી કયારેય નિવૃત્ત થતાં નથી. તેમનો સંસાર અનાદિનિધન છે. કેટલાય ભવ્ય છે. તેઓ સંસારથી નિવૃત્ત થઈને સિદ્ધ થાય છે. આ પ્રકારે જીવોની વ્યવસ્થા છે. હવે તેમના સંસારની ઉત્પત્તિ કેવી રીતે છે તે કહે છે:
જીવોને જ્ઞાનાવરણાદિ આઠ કર્મોનો અનાદિબંધરૂપ પર્યાય છે. આ બંધના ઉદયના નિમિત્તથી જીવ રાગ-દ્વેષ-મોહાદિ વિભાગ પરિણતિરૂપ પરિણમે છે. આ વિભાવ પરિણતિના નિમિત્તથી નવીન કર્મબંધ થાય છે. આ પ્રકારે તેમની સંતાનપરંપરાથી જીવને ચતુર્ગતિરૂપ સંસારની પ્રવૃત્તિ થાય છે. આ સંસારમાં ચાર ગતિઓમાં અનેક પ્રકારે સુખ-દુઃખરૂપ થઈને ભ્રમણ કરે છે. ત્યારે કોઈ કાળ એવો આવે-જ્યારે મુક્ત થવાનું નજીક હોય-ત્યારે સર્વજ્ઞના ઉપદેશનું નિમિત્ત પામીને પોતાના સ્વરૂપને અને કર્મબંધના સ્વરૂપને તેમજ પોતાના અંતરંગ વિભાવના સ્વરૂપને જાણીને તેમનું ભેદજ્ઞાન થાય ત્યારે પરદ્રવ્યને સંસારનું નિમિત્ત જાણીને તેમનાથી વિરક્ત થાય અને પોતાના સ્વરૂપના અનુભવનું સાધન કરે-દર્શન-જ્ઞાનરૂપ સ્વભાવમાં સ્થિર થવાનું સાધન કરે. ત્યારે તેને બાહ્ય સાધનરૂપ હિંસાદિ પાંચ પાપોના ત્યાગરૂપ નિગ્રંથપદ, -સર્વ પરિગ્રહના ત્યાગરૂપ નિગ્રંથ દિગંબરમુદ્રા-ધારણ કરી પાંચ મહાવ્રત, પાંચ સમિતિરૂપ ને ત્રણગુપ્તિરૂપ પ્રવર્તે ત્યારે સર્વ જીવો પર દયા કરવાવાળા સાધુ કહેવાય છે.
તેમાં ત્રણ પદ હોય છે-જે પોતે સાધુ થઈને અન્યને સાધુપદની શિક્ષા-દીક્ષા આપે તે આચાર્ય કહેવાય છે. સાધુ થઈને જિનસુત્રને વાંચે અને ભણાવે તે ઉપાધ્યાય કહેવાય છે. જે પોતાના સ્વરૂપને સાધવામાં રહે તે સાધુ કહેવાય છે. જે સાધુ થઈ જે પોતાના સ્વરૂપના સાધનના ધ્યાનના બળથી ચાર ઘાતિયા કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત સુખ અને અનંત વીર્યને પ્રાપ્ત થાય તે અરહંત કહેવાય છે. ત્યારે તીર્થકર તથા સામાન્ય કેવળી-જિન ઇન્દ્રાદિકથી પૂજ્ય થાય છે. તેમની વાણી ખરે છે જેથી સર્વ જીવોનો ઉપકાર થાય છે. અહિંસા ધર્મનો ઉપદેશ થાય છે, સર્વ જીવોની રક્ષા કરાવે છે, યથાર્થ પદાર્થોનું સ્વરૂપ બતાવીને મોક્ષમાર્ગ દર્શાવે છે-આ પ્રકારે અરહંતપદ હોય છે. અને જે ચાર અઘાતિયા કર્મોનો પણ નાશ કરી સર્વ કર્મોથી રહિત થઈ જાય છે તે સિદ્ધ કહેવાય છે.
આ પ્રકારે આ પાંચ પદ . એ અન્ય તમામ જીવોથી મહાન છે, તેથી પંચ પરમેષ્ઠી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com