________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૩૧૭
શુભ કર્મ બાંધ્યા હતા તેનું ફળ છે. પૂર્વ જન્મમાં કંઈક શુભ પરિણામ કર્યા હતાં તેથી પુણ્યકર્મ બાંધ્યું હતું તેના ઉદયથી કંઈક વિઘ્ન ટળે છે, અને રાજાદિક પદ પામે છે. તે તો પહેલાં કંઈક અજ્ઞાન તપ કર્યું છે તેનું ફળ છે. આ તો પુણ્ય-પાપરૂપ સંસારની ચેષ્ટા છે, આમાં કંઈ મોટાઈ નથી. મોટાઈ તો તે છે કે જેમાં સંસારનું ભ્રમણ મટે. તે તો આ વીતરાગ વિજ્ઞાન ભાવોથી જ મટશે. આ વીતરાગ વિજ્ઞાન ભાવ સહિત પંચપરમેષ્ઠી છે તેઓ જ સંસારભ્રમણનું દુઃખ મટાડવામાં કારણ છે.
વર્તમાનમાં કંઈક પૂર્વના શુભકર્મના ઉદયથી પુણ્યનો ચમત્કાર દેખીને તથા પાપનું દુ:ખ જોઈને ભ્રમમાં પડવું નહિ. પુણ્ય-પાપ બન્ને સંસાર છે, તેમનાથી રહિત મોક્ષ છે. તેથી સંસારથી છૂટીને મોક્ષ થાય એવો ઉપાય કરવો. વર્તમાનનું પણ વિપ્ન જેમ પંચપરમેષ્ઠીના નામ, મંત્ર, ધ્યાન, દર્શન, સ્મરણથી મટશે તેવું જ અન્યના નામાદિકથી મટશે નહિ. કેમકે આ પંચપરમેષ્ઠી જ શાંતિરૂપ છે, કેવળ શુભ પરિણામોનાં જ કારણ છે. અન્ય ઇષ્ટના રૂપ તો રૌદ્રરૂપ છે. તેનાં દર્શન, સ્મરણ તો રાગાદિક તથા ભયાદિકનું કારણ છે. તેમનાથી તો શુભ પરિણામ થતું જોવામાં આવતું નથી. કોઈને કદાચિત્ કંઈક ધર્માનુરાગના વિશે શુભ પરિણામ હોય તો તે તેનાથી થયું. કહેવાય નહિ. તે પ્રાણીના સ્વાભાવિક ધર્માનુરાગને વશે થયું છે. માટે અતિશયવાન શુભ પરિણામનું કારણ તો શાંતિરૂપ પંચ પરમેષ્ઠીનું જ રૂપ છે. તેથી તેમનું જ આરાધન કરવું, વૃથા મિથ્યા યુક્તિ સાંભળીને ભ્રમમાં પડવું નહિ એમ જાણવું.
ઇતિશ્રી કુન્દકુન્દસ્વામી વિરચિત મોક્ષપાહુડની જયપુર નિવાસી જયચંદ્રજી છાબડા કૃત દેશભાષામય વચનિકાના હિન્દી ભાષાનુવાદ પરથી
ગુજરાતી અનુવાદ સમાપ્ત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com