________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
XXXII
ભાવમુનિ વિદ્યાધર આદિની રિદ્ધિઓ ઇચ્છતા નથી. ન તો તેઓ મનુષ્ય-દેવ વગેરેના સુખોની પણ ઇચ્છા કરતાં નથી. તે તો ઇચ્છે છે કે હું જલ્દીથી જલ્દી આત્મહિત કરી લઉં.
હે ધીર! જે પ્રકારે સાકર મેળવેલ દુધ પીવા છતાં સર્પ ઝેર રહિત થતો નથી તે પ્રકારે અભવ્ય જીવ જિનધર્મને સાંભળવા છતાં પોતાની કુબુદ્ધિથી આવરાયેલી બુદ્ધિને છોડતો નથી. તે મિથ્યા ધર્મમાં જોડાયેલો રહેતો હોવાથી મિથ્યા ધર્મનું જ પાલન કરે છે. અજ્ઞાનનું તપ કરે છે જેથી દુર્ગતિને પ્રાપ્ત થઈ સંસારમાં જ ભ્રમણ કરતો રહે છે; આથી તારે ૩૬૩ પાંખડીઓનો માર્ગ છોડીને જિનધર્મમાં મન લગાવવું જોઈએ.
સમ્યગ્દર્શનના મહિમાનું વર્ણન કરતાં આચાર્ય કહે છે કે જેવી રીતે લોકમાં પ્રાણરહિત શરીરને “શબ' કહે છે તેવી રીતે સમ્યગ્દર્શન રહિત પુરુષ ચાલતું મડદું છે. મડદું લોકમાં અપૂજ્ય હોય છે, અને સમ્યગ્દર્શન રહિત પુરુષ લોકોત્તર માર્ગમાં અપૂજ્ય હોય છે. મુનિ અને શ્રાવકધર્મોમાં સમ્યકત્વની જ વિશેષતા છે. જે પ્રકારે તારાઓના સમૂહમાં ચંદ્રમા સુશોભિત હોય છે, પશુઓમાં મૃગરાજ સુશોભિત હોય છે તે જ પ્રકારે જિનમાર્ગમાં જિનભક્તિ સહિત નિર્મળ સમ્યગ્દર્શનથી યુક્ત તપ વ્રતાદિથી નિર્મળ જિનલિંગ સુશોભિત હોય છે.
આ પ્રકારે સમ્યકત્વના ગુણ અને મિથ્યાત્વના દોષો જાણીને ગુણરૂપી રત્નોના સારરૂપ મોક્ષમહેલની પહેલી સીડી સમ્યગ્દર્શનને ભાવપૂર્વક ધારણ કરવી જોઈએ.
જે પ્રકારે કમળ સ્વભાવથી જ પાણીથી અલિપ્ત રહે છે તે જ પ્રકારે સમ્યગ્દષ્ટિ જીવ પણ સ્વભાવથી જ વિષય-કષાયોથી અલિપ્ત રહે છે. આચાર્યદવ કહે છે કે ભાવસહિત સંપૂર્ણ શીલસંયમ આદિ ગુણોથી યુક્ત છે તેને જ આપણે મુનિ કહીએ છીએ. મિથ્યાત્વથી મલિન ચિત્તવાળા ઘણા દોષોનું સ્થાનરૂપ મુનિવેષધારી જીવ તો શ્રાવકને પણ યોગ્ય નથી.
જે ઇન્દ્રિયોનું દમન અને ક્ષમારૂપી તલવારથી કપાયરૂપી પ્રબળ શત્રુને જીતે છે, ચારિત્ર રૂપી ખડગથી પાપરૂપી થાંભલાને કાપે છે, વિષયરૂપી વિષના ફળોથી જોડાયેલ મોહરૂપી ઝાડ ઉપર ચડી માયા રૂપી વેલને જ્ઞાનરૂપી શસ્ત્રથી પૂર્ણરૂપથી કાપે છે; મોહ, મદ, ગારવથી રહિત અને કરુણાભાવથી સહિત છે; તે મુનિ જ વાસ્તવિક ધીર-વીર છે. તે મુનિ જ ચક્રવર્તી, નારાયણ, અર્ધચક્રી, દેવ, ગણઘર, આદિના ગુણોને અને ચારણરિદ્ધિઓને પ્રાપ્ત કરે છે, તથા સંપૂર્ણ શુદ્ધતા થવાથી અજર, અમર, અનુપમ, ઉત્તમ, અતુલ સિદ્ધસુખને પણ પ્રાપ્ત કરે છે.
ભાવપાહુડનો ઉપસંહાર કરતાં આચાર્ય કહે છે કે સર્વજ્ઞ દેવે કહેલા આ ભાવપાહુડને જે ભવ્યજીવ સારી રીતે વાંચે છે, સાંભળે છે, ચિંતન કરે છે, તે અવિનાશી સુખનું સ્થાન મોક્ષને પ્રાપ્ત કરે છે.
આ પ્રકારે આપણે જોઈએ છીએ કે ભાવપાહુડમાં ભાવલિંગ સહિત દ્રવ્યલિંગ ધારણ કરવાની પ્રેરણા આપી છે. પ્રકાાંતરથી સમ્યગ્દર્શન સહિત વ્રત ધારણ કરવાનો ઉપદેશ આપેલ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com